ભારતના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહે સોમવારે ઓસ્ટ્રેલિયા સામે કાંગારૂની ધરતી પર ૫૦ વિકેટ પૂરી કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે જ બુમરાહે મહાન સ્પિનર અનિલ કુંબલેને પણ પાછળ છોડી દીધો છે જેણે ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં જ 49 વિકેટ ઝડપી હતી. 50 વિકેટ પૂરી કર્યા બાદ બુમરાહ હવે ઓસ્ટ્રેલિયા સામે 50 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર છે. તેણે આ મામલે મહાન ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી કરી હતી.
બુમરાહ આ યાદીમાં કપિલ દેવની નજીક છે કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બનવાનો છે.બુમરાહે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં ૧૦ ટેસ્ટ રમી છે,જેમાં તેણે 17.82ની એવરેજથી 50 વિકેટ લીધી છે. પર્થ ટેસ્ટમાં તેણે 5 વિકેટ ઝડપીને આગેવાની કરી હતી અને પછી તેણે ગબ્બા ટેસ્ટમાં ટીમને આગળ વધારી હતી.તેણે ટેસ્ટ મેચમાં મહત્ત્વની વિકેટો લીધી અને મિચેલ સ્ટાર્કની મદદથી ઓસ્ટ્રેલિયામાં તેની 50મી વિકેટ મેળવી.જે બાદ તેણે મહાન અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે કે જેમના નામે 49 વિકેટનો સ્કોર છે.
સેના દેશોમાં સૌથી વધુ 5 વિકેટ
બુમરાહ હવે સેના દેશો દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ૫ વિકેટ ઝડપી લેનાર ભારતીય બોલર બની ગયો છે. બુમરાહે અહીં પણ કપિલનો રેકોર્ડ તોડ્યો છે. કપિલદેવ સેના દેશોમાં 7 વખત 5 વિકેટ ઝડપી હતી જ્યારે ઝહીર ખાન અને બી.એસ. ચંદ્રશેખરે 6-6 ઇનિંગ્સમાં ૫ વિકેટ લીધી હતી.આ બે ભારતીય બોલરો ઉપરાંત પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર ઈમરાન ખાને પણ સેના દેશોમાં 8 વખત 5 વિકેટ ઝડપી હતી. બુમરાહ હાલમાં આ વર્ષે તમામ ફોર્મેટમાં 26.6ના સ્ટ્રાઈક રેટ અને પાંચ વિકેટ સાથે બીજા ક્રમ પર છે.અત્રે નોંધીનીય છે કે બુમરાહે માત્ર 6 વર્ષની ટેસ્ટ કરિયરમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
બુમરાહ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો ભારતીય પણ બન્યો છે
આ મેચોમાં તેણે ત્રણ વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી.બીજી તરફ કપિલે ઓસ્ટ્રેલિયામાં 11 ટેસ્ટમાં 24.58ની એવરેજથી 51 વિકેટ લીધી છે.જ્યારે માત્ર 10 મેચોમાં ભારતીય સીમરે બૂમરાહે 18ની પ્રભાવશાળી સરેરાશ સાથે 50 વિકેટ પોતાના નામે કરી છે. આવી સ્થિતિમાં બુમરાહ વધુ બે વિકેટ લઈ કપિલ દેવને પાછળ છોડી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ચૂક્યો છે.બુમરાહે ગાબા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.બુમરાહે માત્ર 10 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે કપિલ દેવે 11 ટેસ્ટ મેચમાં 51 વિકેટ લીધી હતી. આ મામલે પણ જસપ્રીતે કપિલ દેવને હરાવ્યા છે. બુમરાહ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર પણ બની ગયો છે.
એશિયન બોલરો અકરમ અને મુરલીધરનના રેકોર્ડ નિશાન પર.
બૂમરાહ એશિયન બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયો છે. સેના દેશોમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર એશિયન બોલરોમાં પાકિસ્તાનનો પૂર્વ બોલર વસીમ અકરમ પ્રથમ સ્થાને તો બીજા સ્થાને શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરન છે.હવે બુમરાહની નજર અકરમ અને મુરલીધરનના રેકોર્ડ તોડવા પર હશે. હાલમાં બુમરાહ અને ઇમરાન ખાન સંયુક્ત રીતે ત્રીજા સ્થાને સાથે છે.
WTC અંતિમ દાવ પર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે ઘણું દાવ પર લાગેલું છે. આ મેચનું પરિણામ ભારતની સાથે-સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ માટે ક્વોલિફાય થવાની ઓસ્ટ્રેલિયાની તકોને પણ અસર કરી શકે છે. ભારતે ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે કાંગારૂઓ સામેની ત્રણેય મેચો જીતવી પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયા બે મેચ જીતીને ફાઇનલ રમવા માટે લાયક બનશે.