ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પૂર્ણ થઈ ગઈ છે. સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 6 વિકેટથી જીતીને સિરીઝ 3-1થી જીતી લીધી હતી. રોહિત શર્માએ પોતાને સિડની ટેસ્ટમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો કારણ કે તે આખી શ્રેણીમાં રન બનાવી શક્યો ન હતો. જે બાદ રોહિતે પોતાને બહાર રાખ્યો અને શુભમન ગિલને સિડની ટેસ્ટમાં રમવાની તક આપી ગચીય હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રોહિતના આ નિર્ણયને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ગંભીરે રોહિતના નિર્ણયનું સન્માન કર્યું
સિડની ટેસ્ટ પછી મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે રિપોર્ટ લખતી વખતે વધુ સંવેદનશીલતા રાખવામાં આવી શકતી હતી. જ્યારે કોઈ કેપ્ટન આવો નિર્ણય લે છે ત્યારે મને નથી લાગતું કે તે ખોટુ છે. મને લાગે છે કે દરેક વ્યક્તિએ ટીમને પ્રથમ સ્થાન આપવું જોઈએ અને રોહિતે પણ એવું જ કર્યું. ગૌતમ ગંભીરનું માનવું છે કે રોહિતે ટીમને પોતાની પહેલા મૂકી અને દરેકે તેના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્માનું પ્રદર્શન
મહત્વનું છે કે આ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. દરેક મેચમાં રોહિત રન બનાવવા માટે તડપતો જોવા મળ્યો હતો. રોહિત પર્થ ટેસ્ટ રમી શક્યો ન હતો, પરંતુ એડિલેડ ટેસ્ટમાં પુનરાગમન કર્યું હતું. રોહિત એડિલેડમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. રોહિતે આ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 3 રન અને બીજી ઇનિંગમાં માત્ર 6 રન બનાવ્યા હતા. આ પછી તેણે ગાબા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 10 અને બીજી ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી ન હતી.
આ પછી રોહિત મેલબોર્ન ટેસ્ટમાં ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો, પરંતુ રોહિત ઓપનિંગમાં પણ નિષ્ફળ ગયો હતો. રોહિતે મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 3 રન અને બીજી ઇનિંગમાં 9 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં રોહિતનો સર્વશ્રેષ્ઠ સ્કોર માત્ર 10 રન હતો. આ જ કારણ હતું કે રોહિતે પોતાને સિડની ટેસ્ટથી દૂર રાખવાનો નિર્ણય લીધો હતો.