બેઈજીંગમાં 5 વર્ષ બાદ ભારત-ચીન વચ્ચે વિશેષ પ્રતિનિધિ સંવાદ થવા જઈ રહ્યો છે. એપ્રિલ 2020માં કોરોના કાળ દરમિયાન ભારત ચીન વચ્ચેના સંબધો તણાવયુક્ત બન્યા હતા. LAC પર ચીની સૈનિકોનાં ભારતીય વિસ્તારમાં આવવાની ઘટનાથી ભારત-ચીન વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ત્યારે ઓક્ટોબરમાં યોજાયેલ BRICS સમેલનમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ વચ્ચે થયેલ બેઠકમાં સંયુક્ત સહમતી બાદ આગળની વાતચીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
NSA અજીત ડોભાલની બેઈજીંગમાં બેઠક
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચીન યાત્રા પર છે. ત્યારે તેમની આ યાત્રા ઘણી રીતે ખાસ માનવામાં આવે છે. આ બેઠકનો ખાસ ઇરાદો LAC વિવાદને સંપૂર્ણ રીતે સુલઝાવી ફરીથી બંને દેશો વચ્ચે સંબંધો સરળ કરવાનો છે. સૂત્રો મુજબ LACના વિવાદ બાદ હાલની પરિસ્થિતિમાં આ અગત્યની બેઠક છે. ત્યારે બુધવારે અજીત ડોભાલે ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે બેઠક કરી હતી.અજીત ડોભાલ તેમની કામગીરીમાં ખૂબ કુનેહ ધરાવે છે ત્યારે ભારતને તેના સિદ્ધાંતો સાથે કોઈ પણ જાતનું સમાધાન કરવું પડે તેવું સમાધાન તો નહીં જ કરે.
5 વર્ષ બાદ બેઠક
બંને દેશોના પ્રતિનિધિ વચ્ચે 5 વર્ષ બાદ આ બેઠક થઈ છે. વર્ષ 2019 માં છેલ્લીવાર બંને પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી.ત્યારબાદ 2020 માં LAC બોર્ડર પર લદાખ વિવાદ બાદ તણાવ સર્જાયો હતો. ભારતીય વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આ વિવાદમાં 75% જેટલા મુદ્દાઓ હલ થઈ ચૂક્યા છે અને બાકીનું સમાધાન પણ જલ્દીથી થઈ બંને દેશો વચ્ચે સુલેહભર્યા સંબંધો થવાની આશા વ્યક્ત કરી હતી.
આગળ પણ થઈ ચૂકી છે વાતચીત
NSA અજીત ડોભાલ એવા સમયે બેઇજિંગની મુલાકાતે છે જ્યારે બંને દેશોએ LAC પર આવેલ ડેમચોક અને દેપસાંગ વિસ્તારમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી છે. જે મામલે બંને દેશના વિદેશ મંત્રાલય અને આર્મી દ્વારા સમજૂતી કરાઇ હતી. ત્યારે હાલમાં LAC બોર્ડર પર બંને દેશો દ્વારા એકબીજાના કો-ઓર્ડીનેશન સાથે પેટ્રોલિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. અત્રે નોંધીનીય છે કે આ વિવાદના નિરાકરણ માટે કોર્પસ કમાન્ડરોની 21 વખત બેઠકો થઈ હતી. આ સાથે રાજકીય વાતચીત પણ થઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહના વ્યવસ્થાપન અંગે વાતચીત થશે. બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને ઝડપથી ટ્રેક પર લાવવા પ્રયત્ન કરાશે. બેઈજીંગ બેઠકમાં એકબીજા દેશોના મૂળભૂત હિતો અને મુખ્ય સમસ્યાઓને સમજી સમ્માન આપી સંવાદ કરાશે. જેના દ્વારા એકબીજા પ્રત્યે વિશ્વાસ મજબૂત થશે અને ઈમાનદારી અને સદભાવના સાથેના મતભેદો દૂર કરાશે.
ભારતનું પ્રભુત્વ
ભારતે પહેલા પણ ચીનને જ્યાંથી LAC વિવાદ શરૂ થયો હતો તે મુદ્દા પર જ આવવાની વાત કરી હતી. પરંતુ ચીન તે બાબતે તૈયાર ન હતું , ત્યારે 2020 બાદ 5 વર્ષે ચીનને દ્વિપક્ષીય વાટાઘાટો માટે ભાન આવી છે. G20 દેશો ઉપરાંત BRICS, SCO, QUAD જેવી આ બધી વૈશ્વિક સંસ્થાઓમાં ભારતે જે મુખ્ય સ્થાન મેળવ્યું છે તેને લઈ ચીન હેબતાઈ ગયું છે અને હવે તેના પાછા ના હટવાના નિર્ણય પર વિચારવા મજબૂર કરી દીધા છે.