જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે કડક રાજદ્વારી પ્રતિક્રિયા આપી છે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેને ખરાબ હુમલો ગણાવ્યો છે. તેમણે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી છે. એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતી વખતે, ટ્રમ્પે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું.
જાણો NRI અગ્રણી યોગી પટેલે ભારત-પાકિસ્તાનના યુદ્ધ વિશે શું કહ્યું
આ સમગ્ર ઘટનામાં એનઆરઆઈ યોગી પટેલે જણાવ્યું છે કે,યુએસએ પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણે છે અને અમેરિકામાં પાકિસ્તાની ઇમિગ્રેશન માટે પ્રતિબંધ છે. પાકિસ્તાનના કોઈ પણ લોકો હવે અહીં આવી શકશે નહીં અને ટ્રમ્પ વહીવટીતંત્રને પહેલાથી જ ભારતનું સમર્થન છે. તેમણે પહેલાથી જ તેમની ગ્રાન્ટ રદ કરી દીધી છે જે તેમને ભૂતકાળના વહીવટીતંત્ર તરફથી અબજો ડોલર મળતી હતી.ચોક્કસપણે ટ્રમ્પ વહીવટીતંત્ર અન્ય કોઈપણ કરતાં વધુ સારો સોદો આપશે. તે બધા રાષ્ટ્રો સાથે વ્યવહાર કર્યા પછી, સારા વિશ્વાસ સાથે વ્યવહાર કરવામાં છેલ્લા રહેશે.
પાકિસ્તાન દેશને કોઈ સહાય મળતી નથી અને કોઈ દેશનું સમર્થન પણ
પાકિસ્તાન એક બેંક ક્રપ દેશ છે,તેમને છેલ્લે ક્યાંયથી કોઈ સહાય મળી નથી રહી,અમેરિકાએ તેમને સહાય આપવાનું પણ બંધ કરી દીધું છે,યુદ્ધ કરી જે રૂપિયા કમાયા તે પાકિસ્તાન પાસે નથી,તેઓની હિંમત નથી કે તેઓ યુદ્ધ કરે છે, તેમની પાસે હિંમત પણ નથી, તેઓ ફક્ત વાતો કરે છે. દિવાલ પાછળ તેઓ તૂટેલા અને નિષ્ફળતાઓથી ભરેલા છે.અને અમેરિકન તેમને ટેકો આપશે નહીં અને બીજી તરફ આપણે ભારતીયો કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પડતા નથી.
જાણો ડોનાલ્ડ ટ્રપે ભારત-પાકિસ્તાનના સંબધને લઈ શું કહ્યું
ભારત-પાકિસ્તાન સંબંધો અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું ભારત અને પાકિસ્તાનની ખૂબ નજીક છું. કાશ્મીરમાં આ સંઘર્ષ હજારો વર્ષોથી ચાલી રહ્યો છે અને ગઈકાલનો હુમલો ખૂબ જ ખરાબ હતો. તેમણે કહ્યું કે કાશ્મીર ક્ષેત્રમાં તણાવ લગભગ 1,500 વર્ષથી અસ્તિત્વમાં છે, અને તેઓ બંને દેશોના નેતાઓને વ્યક્તિગત રીતે જાણે છે. ટ્રમ્પને આશા છે કે ભારત અને પાકિસ્તાન પોતાની રીતે પરિસ્થિતિનો ઉકેલ લાવશે, જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે તે કાયમી સંઘર્ષનું ક્ષેત્ર બની ગયું છે.