અજરબૌજાનનું નેશનલ એયર કેરિયર AZAL મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવાર એમ 4 દિવસ અમદાવાદ માટે ડાયરેક્ટ ફ્લાઇટ શુરુ કરવાના છે. અજરબૌજાને ભારત સાથે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પાકિસ્તાનને આ મામલે મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના ખાસ મિત્ર માનવામાં આવતા અજરબૌજાને સંબંધોને આગળ વધારતા આ સંધિ કરાર કર્યા છે. જુલાઇથી આ સેવા શરુ કરવામાં આવશે. દિલ્હી, મુંબઇ માટે પહેલાથી જ રાજધાની બાકૂથી સીધી ફ્લાઇટ શરુ કરવામાં આવી રહી છે.
શહબાઝ સરકારને લાગી શકે ઝટકો
અજરબૌજાનના આ નિર્ણયના કારણે ભારત સાથે તેમના સંબંધ વધુ ગાઢ બનશે. અને પાકિસ્તાનને મોટો આંચકો લાગશે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પોડાશી મુલ્ક સાથે સંબંધો વણસી રહ્યા છે. આવી સ્થિતિમાં, અજરબૌજાન સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પાકિસ્તાન વારંવાર ઇસ્લામિક દેશો સમક્ષ કાશ્મીર મુદ્દો ઉઠાવીને ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
બાકૂથી અમદાવાદ માટે સીધી ફ્લાઇટ
4 જુલાઇથી બાકૂ અને અમદાવાદ વચ્ચે સીધી ફ્લાઇટ શરુ થવા જઇ રહી છે. જે અઠવાડિયમાં 4 દિવસ ઉડાન ભરશે. ભારતના દક્ષિણી પોર્ટ પર અજરબૌજાનથી કાર્ગો મારફતે સોડા એશ પહોંચાડવામાં આવ્યો હતો. અને બાદમાં ફ્લાઇટ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હિંદ મહાસાગરમાં કાર્યરત અજરબૌજાન કેસ્પિયન શિપિંગ કંપનીએ પહેલી વાર કટ્ટુપલ્લી અને કંડલા બંદરો પર સોડા એશ પહોંચાડી. હાલના સમયમાં બાકૂથી મુંબઇ માટે મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે ફ્લાઇટની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ 16 જુનથી આ ફ્લાઇટ રોજ ઉડાન ભરશે. તો દિલ્હી માટે સોમવાર, બુધવાર અને શનિવાર માટે ત્રણ દિવસ ફ્લાઇટ સેવા શરુ છે.
અજરબૌજાને ભારત સાથે કર્યો કરાર
અજરબૌજાને ભારત સાથે એક સંધિ કરાર કર્યો છે. ભારતના ઉર્જા ક્ષેત્રમાં વ્યૂહાત્મક તકો શોધવા માટે અઝરબૈજાને ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અજરબૌજાને જણાવ્યુ હતુ કે, ભારત એક મહત્વપૂર્ણ ઊર્જા સપ્લાયર છે અને ભારતીય તેલ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે.
પહેલગામ હુમલા પર અજરબૌજાને શોક વ્યક્ત કર્યો
અઝરબૈજાન સરકારે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 25થી વધુ ભારતીયો પર શોક વ્યક્ત કર્યો હતો. હુમલા પછી તેમણે ભારત સરકારને સંદેશ મોકલ્યો હતો. તે જ સમયે, જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ ગયા મહિને અઝરબૈજાન ગયા હતા ત્યારે તેમણે સંયુક્ત પ્રેસ કાર્યક્રમમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ અઝરબૈજાનના વડા પ્રધાન ઇલ્હમ અલીયેવે આ મુદ્દા પર વાત કરી ન હતી.