આઈપીએલમાં, ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં આવે કે વિકેટ પડે, એક અથવા બીજી ટીમ માટે સેલિબ્રેશનનો પ્રસંગ બની જાય છે. ફેન્સ આ પ્રસંગની ઉજવણી કરે છે અને સ્ટેડિયમમાં ફટાકડા ફોડીને પણ ટીમનો ઉત્સાહ જોવા મળે છે.
આ સિવાય દરેક ટીમના ચીયરલીડર્સ પણ તેની ટીમ માટે ખુશીથી ડાન્સ કરતી જોવા મળે છે. દરેક ટીમ પોતાની ફ્રેન્ચાઇઝી માટે ચોગ્ગા અને છગ્ગાનું સેલિબ્રેશન કરવા માટે ચીયરલીડર્સને રાખે છે.
મેચ દરમિયાન બંને ટીમોના ચીયરલીડર્સ સ્ટેડિયમમાં હાજર છે. જ્યારે બેટિંગ કરતી ટીમ ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે, ત્યારે તે ટીમના ચીયરલીડર્સ ખુશીથી નાચવા લાગે છે. જ્યારે બોલિંગ ટીમ વિકેટ લે છે તો તેનું સેલિબ્રેશન ચીયરલીડર્સના ડાન્સ મૂવ્સમાં જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચીયરલીડર્સને એક મેચ માટે કેટલા પૈસા મળે છે, તો તમને જણાવી દઈએ.
ચીયરલીડર્સને કેટલા પૈસા મળે છે?
મીડિયા રિપોર્ટ મુજબ મુજબ, ચીયરલીડર્સને એક મેચ માટે 12,000 રૂપિયાથી લઈને 24,000 રૂપિયા સુધીનો પગાર મળે છે. ચીયરલીડરનો પગાર ટીમ પ્રમાણે બદલાય છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તેની ચીયરલીડર્સને સૌથી વધુ પગાર આપે છે. KKR એક મેચ માટે ચીયરલીડર્સને લગભગ 24 હજાર રૂપિયા ચૂકવે છે.
આ લિસ્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ બીજા સ્થાને છે. RCB અને MI એક મેચ માટે તેમની ટીમના ચીયરલીડર્સને લગભગ 20,000 રૂપિયા ચૂકવે છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સહિતની બાકીની IPL ટીમો, બધી ફ્રેન્ચાઈઝી તેમની ટીમના ચીયરલીડર્સને એક મેચ માટે 12,000 થી 17,000 રૂપિયા ચૂકવે છે.
ચીયરલીડર્સને મળે છે આ ફાયદા
ચીયરલીડર્સને પગાર સિવાય વધારાના લાભો પણ મળે છે. કેટલીક ફ્રેન્ચાઈઝી ટીમ જીતે તો અથવા ચીયરલીડર્સના પ્રદર્શનના આધારે વધારાના લાભો પણ આપે છે. આ સિવાય ચીયરલીડર્સના મુસાફરી ખર્ચ અને ભોજનનો ખર્ચ પણ ફ્રેન્ચાઈઝ દ્વારા ઉઠાવવામાં આવે છે. ચીયરલીડર્સના આ પગારના આંકડા ગયા IPL સીઝન મુજબના છે. IPL 2025 માટે ચીયરલીડર્સના પગારમાં થોડો તફાવત હોઈ શકે છે.