ભારતમાં અત્યારે આઈપીએલની સિઝન ચાલી રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો થશે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વખતની આઈપીએલ સિઝન બહુ સારી ના રહી. આઈપીએલમાં 5 વખત ચેમ્પિયન બની ચૂકેલ ચેન્નાઈ સુપર કિંગ્સનું આ સિઝનમાં અત્યારસુધી બહુ ખરાબ પ્રદર્શન રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ 8માંથી ફક્ત 2 મેચ જ જીતી શકી છે. આઈપીએલમાં ચેમ્પિયન રહેલ ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આજે શુક્રવારે ઘરઆંગણે ચેન્નાઈના મેદાનમાં ચેન્નાઈ સુપરકિંગ્સ કેવું પ્રદર્શન કરશે તેને લઈને CSKના સમર્થકોમાં ચિંતા છે.
ચેન્નાઈમાં ખરાખરીનો જંગ
આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ખરાખરીનો મુકાબલો જોવા મળશે. ચેન્નાઈ પોતાના હોમ ગ્રાઉન્ડ પર માત્ર એક જ મેચ જીતી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે કોઈપણ કિંમતે આજે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવવું પડશે. એવું માનવામાં આવે છે કે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચમાં મોટાભાગે બોલરોનું જોર રહ્યું છે. ખાસ કરીને આ પીચ પર સ્પિનરોને સફળતા મળે તેવી સંભાવના છે. તો કેટલીક મેચમાં બેટસમોનોએ પણ મોટો સ્કોર ખડકયો હતો. આવી સ્થિતિમાં કહી શકાય કે પિચ સંતુલિત રહી શકે છે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ બેટ્સમેનોને બેટિંગમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચેપોકમાં ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરી શકે છે.
ચેન્નાઈએ હોમ ગ્રાઉન્ડમાં 3મેચમા હાર મેળવી
IPL 2025 માં ચેપોક ખાતે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે. ચેન્નાઈને હોમ ગ્રાઉન્ડ પર ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિઝનમાં ચેપોક ખાતે અત્યાર સુધી 200નો કોઈ સ્કોર થયો નથી. મોટાભાગની મેચો લો સ્કોરિંગ રહી છે. કોલકાતા સામેની છેલ્લી મેચમાં ચેન્નાઈ ફક્ત 103 રન બનાવી શક્યું હતું. તે પહેલાં, ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ પર, દિલ્હી કેપિટલ્સે 183 રન, RCBએ 196 રન અને મુંબઈએ 155 રન બનાવ્યા હતા.
ચેપોક ખાતે 89 મેચ રમાઈ
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 89 આઈપીએલ મેચ રમાઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન, પહેલા બેટિંગ કરતી ટીમે 51 મેચ જીતી છે અને પીછો કરતી ટીમે 38 મેચ જીતી છે. આ ઉપરાંત, ચેપોકમાં ટોસ જીતનાર ટીમે 45 મેચ જીતી છે જ્યારે ટોસ હારનાર ટીમે 44 મેચ જીતી છે. ચેન્નઈએ તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં અત્યાર સુધીમાં 75 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, ચેન્નાઈએ 51 મેચ જીતી છે. IPLમાં અત્યાર સુધીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 21 વખત મુકાબલો છે. અને અત્યાર સુધીમાં CSK એ 15 મેચ જીતી છે જ્યારે સનરાઈઝ હૈદરાબાદ ફક્ત 6 મેચ જીતી શક્યું છે. કહી શકાય કે આજે ચેન્નાઈ સુપર કિંગ્સ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવવાનો પોતાની જીતનો સિલસિલો આગળ ધપાશે. જ્યારે મુંબઈ સામે છેલ્લી બે મેચ હારી ચૂકેલી હૈદરાબાદ માટે જીતની ગતિ પાછી મેળવવી સરળ રહેશે નહીં. જ્યારે ચેન્નાઈ માટે, જેણે 8 માંથી ફક્ત 2 મેચ જીતી છે, દરેક મેચ હવે કરો યા મરો જેવી છે.