IPL 2025માં શાનદાર ફોર્મમાં રહેલી દિલ્હી કેપિટલ્સ અચાનક પાટા પરથી ઉતરી ગઈ છે. છેલ્લા ચાર મેચમાંથી, દિલ્હીને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી પોતાના જ ઘરઆંગણે છેલ્લી બે મેચ હારી ગયું છે.
KKR સામેની છેલ્લી મેચમાં દિલ્હી 14 રનથી હારી ગયું હતું. હારની સાથે કેપ્ટન અક્ષર પટેલની ઈજાએ પણ ટીમનું ટેન્શન વધારી દીધું છે. મેચ દરમિયાન અક્ષર ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો અને તેને મેદાન છોડવું પડ્યું. મેચ બાદ અક્ષરે પોતાની ઈજા અંગે મોટી અપડેટ આપી છે.
ખેલાડીએ ઈજા અંગે આપ્યું મોટું અપડેટ
મેચ પછી અક્ષર પટેલે પોતાની ઈજા વિશે અપડેટ આપ્યું. તેને કહ્યું કે “પ્રેક્ટિસ વિકેટ પર બોલ રોકતી વખતે મારી સ્કિન ફાટી ગઈ હતી. પરંતુ સારી વાત એ છે કે હવે ત્રણથી ચાર દિવસનો વિરામ છે અને મને આશા છે કે હું સમયસર સ્વસ્થ થઈ જઈશ.” KKR સામે અક્ષરનું પ્રદર્શન બેટ અને બોલ બંનેમાં ઉત્તમ રહ્યું. અક્ષરે પોતાના ચાર ઓવરના સ્પેલમાં માત્ર 27 રન આપીને બે વિકેટ ઝડપી.
KKR ની ઈનિંગ્સની 18મી ઓવરમાં, અક્ષર પોવેલના શોટને રોકવાનો પ્રયાસ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો. બોલ રોકવાનો પ્રયાસ કરતી વખતે, અક્ષરની આંગળીમાં ઈજા થઈ. આ પછી તેને ફિઝિયો સાથે મેદાન છોડવું પડ્યું. પરંતુ ઈજાગ્રસ્ત હોવા છતાં અક્ષર બેટિંગ કરવા આવ્યો. તેને 23 બોલનો સામનો કરીને 43 રનની તોફાની ઈનિંગ રમી. અક્ષરે પોતાની ઈનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા.
દિલ્હી કેમ્પમાં વધ્યો તણાવ
સતત બીજી હાર બાદ દિલ્હી કેપિટલ્સ કેમ્પમાં તણાવનું વાતાવરણ છે. દિલ્હીના હવે 10 મેચ બાદ કુલ 12 પોઈન્ટ છે. દિલ્હી પાસે હજુ કુલ 4 મેચ બાકી છે અને તેમાંથી માત્ર ત્રણમાં જીત મેળવવાથી અક્ષર પટેલની સેનાને પ્લેઓફમાં પ્રવેશની પુષ્ટિ મળશે. દિલ્હી માટે સારી વાત એ છે કે ટીમના મોટાભાગના ખેલાડીઓ સારા ફોર્મમાં છે. અભિષેક પોરેલ ટીમને સારી શરૂઆત આપવામાં સફળ રહ્યો છે, જ્યારે કેએલ રાહુલનું બેટ પણ જોરથી ગર્જના કરી રહ્યું છે.
આશુતોષ શર્મા અને વિપરાજ નિગમે ઘણી મેચોમાં ફિનિશર તરીકે પોતાની પ્રતિભા દર્શાવી છે. મિચેલ સ્ટાર્ક બોલ સાથે સારા ફોર્મમાં છે અને કુલદીપની સ્પિન પણ અજાયબીઓનું કામ કરી રહી છે. પરંતુ જો દિલ્હીએ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત રાખવું હોય, તો ટીમે આગામી કેટલીક મેચોમાં જીત મેળવવી પડશે અને સારું પ્રદર્શન કરવું પડશે.