આ મેચ 26 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી હતી. પરંતુ મેચની વચ્ચે જ વરસાદ શરૂ થઈ ગયો અને મેચ રદ્દ કરવામાં આવી. અમ્પાયરે વરસાદ બંધ થવાની લાંબા સમય સુધી રાહ જોઈ પણ વરસાદ સમયસર રોકાઈ શક્યો નહીં. પરંતુ બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા. મેચ રદ થવાથી પંજાબને નુકસાન થયું છે. કારણ કે આ મેચમાં પંજાબનું પલડું ભારે હતું.
પંજાબે બનાવ્યો મોટો સ્કોર
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે શાનદાર રમત બતાવી. ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે પ્રથમ વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ કરી. બંનેએ 120 રનની પાર્ટનરશિપ સાથે શાનદાર શરૂઆત કરી. પ્રિયાંશે 35 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા.
જ્યારે પ્રભસિમરન સિંહે 49 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 83 રન બનાવ્યા. આ પછી કેપ્ટન શ્રેયસ ઐયરે પણ 16 બોલમાં 25 રન બનાવ્યા. પરંતુ આ પછી પંજાબનો કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યો નહીં. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા.
કોલકાતાએ કરી શરૂઆત
202 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકાતાએ પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા. પરંતુ આ પછી વરસાદ શરૂ થયો, જેના કારણે અમ્પાયરે રમત અટકાવવાનો નિર્ણય લીધો. પછી વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી. બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા. રહેમાનુલ્લાહ ગુરબાઝ 1 અને સુનીલ નારાયણ 4 રને અણનમ રહ્યા.
કોલકાતાનો બોલિંગ વિભાગ નિષ્ફળ ગયો
પંજાબ કિંગ્સના ઓપનરો સામે KKRનો બોલિંગ વિભાગ તૂટી પડ્યો. લગભગ બધા બોલરો સમયસર પંજાબને પહેલો ઝટકો આપી શક્યા નહીં. વૈભવ અરોરા સૌથી સફળ બોલર રહ્યો. તેને 4 ઓવરમાં 34 રન આપીને 2 બેટ્સમેનની વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલને 1-1 સફળતા મળી.