ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025ની 18મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. આગામી સિઝન માટે તમામ ટીમોએ તૈયારી કરી લીધી છે. જો કે, કેટલીક ટીમો એવી છે જેણે હજુ સુધી IPL 2025 માટે પોતાના કેપ્ટનની જાહેરાત કરી નથી. IPLની સૌથી લોકપ્રિય ટીમ RCB પણ આમાં સામેલ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે IPL 2025માં વિરાટ કોહલી ફરી એકવાર કેપ્ટન્સી સંભાળશે. જો કે, પછી અહેવાલ આવ્યા કે રજત પાટીદારને RCBની કમાન મળશે, પરંતુ હવે કેપ્ટનને લઈને એક સંપૂર્ણપણે નવું અપડેટ સામે આવ્યું છે.
કોહલી બાદ પાટીદારનું નામ આવ્યું હતું સામે
RCBના કેપ્ટનને લઈને ઘણા દાવા કરવામાં આવ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલી ફરી એકવાર ટીમની કમાન સંભાળશે. IPL 2025માં તે ટીમનો કેપ્ટન હશે, પરંતુ ન તો ફ્રેન્ચાઈઝી કે વિરાટ કોહલીએ આ અંગે કંઈ કહ્યું નથી. ત્યારપછી થોડા દિવસો બાદ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે કે આ વખતે યુવા બેટ્સમેન રજત પાટીદાર IPL 2025માં RCBના કેપ્ટન હશે. રજત પાટીદાર સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં મધ્યપ્રદેશનો કેપ્ટન હતો. તેની ટીમ પણ ફાઇનલમાં પહોંચી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન બન્યા બાદ તેનો દાવો વધુ મજબૂત બન્યો છે.
કૃણાલ પંડ્યા હશે RCBનો નવો કેપ્ટન
હવે RCBના કેપ્ટનને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા RCBનો નવો કેપ્ટન હશે. જોકે, આ વખતે પણ ફ્રેન્ચાઈઝીએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ રિપોર્ટ જોયા બાદ સ્પષ્ટ થાય છે કે કૃણાલ પંડ્યા પણ કેપ્ટન બનવાની રેસમાં છે. હવે જોવાનું એ રહે છે કે ફ્રેન્ચાઇઝી કયા ખેલાડી પર ભરોસો કરે છે.
કેએલ રાહુલ અંગે પણ કરવામાં આવ્યો હતો દાવો
IPL 2025ની મેગા હરાજી પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે RCB કોઈપણ કિંમતે કેએલ રાહુલને ખરીદશે. આ ઉપરાંત ફ્રેન્ચાઈઝી રાહુલને પોતાનો કેપ્ટન પણ બનાવશે. જો કે, હરાજીમાં આ અહેવાલો સંપૂર્ણપણે ફેક નીકળ્યા, કારણ કે રાહુલ માત્ર 14 કરોડ રૂપિયામાં વેચાયો હતો, પરંતુ RCBએ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો ન હતો.