શરૂઆતના ખરાબ પ્રદર્શન પછી હંમેશની જેમ શાનદાર વાપસી કરનાર મુંબઈ ઈન્ડિયન્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. મુંબઈ વિરુદ્ધ લખનૌ મેચ સુપર સન્ડેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. લખનૌ ટોપ-4 માં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે નજર રાખશે. બંને ટીમોના અત્યાર સુધી સમાન 10 પોઈન્ટ છે, પરંતુ મુંબઈ વધુ સારા નેટ રન રેટના આધારે ચોથા સ્થાને છે જ્યારે લખનૌની ટીમ છઠ્ઠા સ્થાને છે.