ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશી તોફાની ઈનિંગ્સ રમી રહ્યો છે. આ 14 વર્ષના છોકરાએ માત્ર 35 બોલમાં સદી ફટકારી છે. આ સદી સાથે, વૈભવ IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 100 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે.
વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ આ IPL સિઝનમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી. વૈભવે માત્ર 17 બોલમાં અડધી સદી ફટકારી. આ પછી પણ, આ 14 વર્ષના ખેલાડીના બેટમાંથી રનની ગતિ ઓછી ન થઈ. વૈભવે આગામી 18 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. વૈભવે માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ સદી સાથે, વૈભવે IPLના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. વૈભવ સૂર્યવંશીથી આગળ ફક્ત ક્રિસ ગેલ છે, જેને 30 બોલમાં સદી ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં ફટકારી સદી
અડધી સદી ફટકાર્યા પછી પણ વૈભવનું બેટ અટક્યું નહીં. તેને 35 બોલમાં પોતાની સદી પૂરી કરી. પરંતુ તેને પ્રસિદ્ધ કૃષ્ણાને આઉટ કર્યો. તેને 37 બોલમાં 101 રનની શાનદાર ઈનિંગ રમી. આ રીતે, સૂર્યવંશી IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર વિશ્વનો બીજો ખેલાડી અને પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા આ રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીની આ સદી સાથે એક નવો રેકોર્ડ પણ સ્થાપિત થયો છે. વૈભવ આઈપીએલના ઈતિહાસમાં સૌથી યુવા ખેલાડી છે. વૈભવ આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સ માટે પસંદ થયો ત્યારથી તે ચર્ચામાં છે. આજે, સદી ફટકારીને, તેને સૌથી નાની ઉંમરે 100 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.
રાહુલ દ્રવિડે વૈભવના 100 રન ઉભા થઈને કર્યું સેલિબ્રેશન
વૈભવ સૂર્યવંશીએ IPLમાં બીજી સૌથી ઝડપી સદી ફટકાર્યા પછી, તેના બધા સાથી ખેલાડીઓએ ઉભા થઈને તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું. ટીમના મેન્ટર રાહુલ દ્રવિડે પણ પોતાની વ્હીલચેર પરથી ઉભા થઈને વૈભવ સૂર્યવંશીની ઈનિંગની પ્રશંસા કરી. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડને પગમાં ઈજા થઈ છે જેના કારણે તે પોતાના પગ પર ચાલી શકતો નથી. પણ આજે વૈભવ સૂર્યવંશીની ઈનિંગે તેમને ઉભા થઈને તાળીઓ પાડવા મજબૂર કર્યા.