રાજસ્થાન રોયલ્સ ટીમમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ સોમવારે 101 રનની રેકોર્ડ સદીની ઈનિંગ રમી. આ પછી, વૈભવના માતા-પિતાએ એક વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી અને તેમના પુત્રની સફળતાનો શ્રેય રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટને પણ આપ્યો.
વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઈટન્સ સામે 35 બોલમાં સદી ફટકારી હતી, જે IPL ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી છે. વૈભવના પિતાએ કહ્યું કે “વૈભવે 35 બોલમાં સદી ફટકારી અને તેની ટીમ રાજસ્થાન રોયલ્સને જીત અપાવી. અમે તેની સિદ્ધિ માટે ખૂબ જ ખુશ છીએ. સમગ્ર પરિવારની સાથે, વિસ્તાર, જિલ્લો, બિહાર અને સમગ્ર દેશ ખુશ છે.”
વહેલી આવી ગઈ દિવાળી
વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “દિવાળી 6 મહિના વહેલી આવી ગઈ છે. અમારા આખા ઘરમાં ઉત્સવનો માહોલ છે.” તમને જણાવી દઈએ કે તેના પિતા સંજીવ પણ ક્રિકેટના શોખીન છે.
તેને તેમની પત્ની (વૈભવ સૂર્યવંશીની માતા) સાથેનો એક વીડિયો શેર કર્યો. પીટીઆઈએ આ વીડિયો શેર કર્યો છે. આમાં સંજીવે કહ્યું કે “વૈભવની આ સિદ્ધિ માટે અમે રાજસ્થાન રોયલ્સના સમગ્ર મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર માનવા માંગીએ છીએ.
તેમને 3-4 મહિના સુધી પોતાની સાથે રાખીને, તેઓ વૈભવની રમતમાં સુધારો કરી રહ્યા હતા, વૈભવ પણ ખૂબ મહેનત કરી રહ્યો હતો અને આ પરિણામ છે કે તે આટલું સારું રમી રહ્યો છે.” તેમને રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, સપોર્ટ સ્ટાફ અને બિહાર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાકેશ તિવારીનો આભાર માન્યો.
મેચ પછી વૈભવ સૂર્યવંશીએ તેના પિતાને કર્યો વીડિયો કોલ
ઐતિહાસિક ઈનિંગ્સ રમ્યા પછી, વૈભવ સૂર્યવંશીએ તેના પિતાને વીડિયો કોલ કર્યો, જેનો વીડિયો રાજસ્થાન રોયલ્સે તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો.
આ 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની IPLમાં ત્રીજી મેચ હતી. તેને પોતાની ડેબ્યૂ મેચમાં 34 રન બનાવ્યા હતા, અને બીજી મેચમાં 16 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. ત્રીજી મેચમાં તેને 101 રનની ઈનિંગ રમી. ઓક્શનમાં રાજસ્થાને વૈભવને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.