પાકિસ્તાનના વિવિધ સ્થળ પર હુમલો કરવા કરતા એક એવા સ્થળ પર ભારત હુમલો કરે તો પાકિસ્તાનની પીઢીઓ બરબાદ થઇ શકે છે. પાકિસ્તાનના આ મુખ્ય સ્થળો સેટેલાઇટના મારફતે જોઇ શકાય છે. આ જગ્યાઓ એવી છે જ્યાં મિસાઇલ લોન્ચ કરવામાં આવે છે. અને જો આ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્તર ભારતનું નામ ખોવાઇ જશે. આ સંવેદનશીલ જગ્યાઓ એવી છે જ્યાં ભારત હુમલો કરે તો તેને વિજય પ્રાપ્ત થઇ શકે છે.
માત્ર એક હુમલો અને પાકિસ્તાન બરબાદ
22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થતા દુનિયાભરમાં પાકિસ્તાન સામે રોષ જોવા મળી રહ્યો છે. દુશ્મન દેશને સબક શિખવવા માટે ભારતે આકરુ વલણ અપનાવ્યુ છે. સિંધુ નદીના જળ પર પ્રતિબંધ મુક્યો છે. અને અટારી બોર્ડર પણ બંધ કરવામાં આવી છે. આ તમામ એક્શન સામે પાકિસ્તાને પોતાનો રોષ પ્રગટ કર્યો છે. અને ભારતને સિંધુ નદીના જળ બંધ ન કરવા માટે કહ્યુ છે. જો આ એક્શન પ્લાન યથાવત રહેશે તો યુદ્ધ જેવી સ્થિતિ તૈયાર થતા વાર નહીં લાગે તેમ પાકિસ્તાને જણાવ્યુ હતુ. પાડોશી દેશ તરફથી પરમાણુ યુદ્ધની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.
ભારત પણ કરી રહ્યુ છે તૈયારી
આ તમામ ધમકીઓની વચ્ચે એક સવાલ ઉભો થાય છે કે શું ભારત માત્ર બોર્ડર પર જ કાર્યવાહી કરશે. કે પછી એ જગ્યા એ હુમલો કરવો જોઇએ જ્યાં પાકિસ્તાનના પ્રાણ છુપાયા છે. ભારતે પાકિસ્તાનની પરમાણુ તાકાત ખત્મ કરી દેવી જોઇએ. પાકિસ્તાનની પરમાણુ પરિયોજના ખત્મ કરવી ખૂબ જરુરી છે. પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિઓ વધારી રહી છે. દેશમાં હથિયાર લોન્ચ કરવા માટે હવા, પાણી અને જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અહીં છે પાકિસ્તાનના પ્રાણ
1. ગુજરાંવાલા ગારિજન
પાકિસ્તાનનું આ ગારિજન ભારતીય બોર્ડરથી માત્ર 60 કિલોમીટર દુર છે. નસર જેવા ટેક્નિકલ પરમાણુ મિસાઇલ સિસ્ટમ તૈનાત છે. જેને જલદી જ લોન્ચ કરવામાં આવશે. આ મિસાઇલની રેન્જ એટલી છે કે જેનાથી પંજાબ, હરિયાણા અને દિલ્હી સીધુ ટાર્ગેટ થઇ શકે છે.
2. પાનો અકિલ ગારિજન
સિંધ પ્રાંતના આ બેઝમાં ભારતની પશ્ચિમી બોર્ડરને નિશાન બનાવી શકાય છે. અહીંથી બાબર અને શાહીન મિસાઇલ લોન્ચર સેટેલાઇટમાંથી દેખાઇ છે.
3. અકરો ગારિજન
મિસાઇલ લોન્ચર માટે 6 વિશેષ બંકર નુમા ગૈરાજ છે. જમીનની નીચે બનાવવામાં આવેલા ક્રોસ શેપ અંડરગ્રાઉંડ સ્ટ્રક્ચર આ વાતની સાબિતી આપે છે કે અહીં સિરીયસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.
4. સર્ગોધા ગારિજન
આ સ્થળ 1980થી જ પાકિસ્તાનની પરમાણુ નીતિઓનો ભાગ રહ્યો છે. 10થી વધુ અંડર ગ્રાઉન્ડ બંકર અને હૈંડલિંગ સુવિધા અહીં જોવા મળે છે. આ ઉપરાંત પરમાણુ બોમ્બને પણ સ્ટોર કરવામાં આવે છે.
5. ખુજદાર ગારિજન
અહીં આ વર્ષે 3 નવા TEL ગૈરાજ અને ભૂમિગત હથિયાર સ્ટોરેજ યૂનિટ્સ બનાવવામાં આવ્યા છે. આ સ્થળ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં છે. પરંતુ આ સ્થળ ભારત માટે ચિંતાનો વિષય છે.