– જાપાને ૪૫ ટકાથી વધુ નેટ ઓવરવેઇટ સાથે આ યાદીમાં ટોચ પર, ૨૫ ટકા સાથે ભારત બીજા સ્થાને
Updated: Nov 19th, 2023
અમદાવાદ : એશિયા પેસિફિક ક્ષેત્રમાં જાપાન અને ભારત સૌથી વધુ પસંદગીના બજારો છે તેમ બેન્ક ઓફ અમેરિકા દ્વારા હાથ ધરવામાં આવેલ ફંડ મેનેજર સર્વેમા જણાવાયું છે.
બેન્ક ઓફ અમેરિકાએ એક નોંધમાં જણાવ્યું હતું કે જાપાન ૪૫ ટકાથી વધુ નેટ ઓવરવેઇટ સાથે અગ્રતાની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે, ત્યારબાદ ભારત ૨૫ ટકા સાથે બીજા સ્થાને છે. જ્યારે ૧૩ ટકા ચોખ્ખા વજન સાથે થાઈલેન્ડ ત્રીજા સ્થાને છે. ચીન અને ઓસ્ટ્રેલિયા રેન્કિંગમાં ઘણા પાછળ છે.ગ્લોબલ એફએમએસએ એમ પણ જણાવ્યું હતું કે રોકાણકારો મેક્રો સ્થિતિ પર સાવધ રહ્યા છે પરંતુ વ્યાજ દરોમાં તેજી તરફ વળ્યા છે. ૨૦૨૪ માટે રોકાણકારોની વ્યૂહરચના સોફ્ટ લેન્ડિંગ, નીચા દર, નબળા યુએસ ડોલર અને લાર્જ-કેપ ટેકનોલોજી શેરોની આસપાસ ફરતી રહે છે.
રોકાણકારોએ રોકડમાં ૫.૩ ટકાથી ૪.૭ ટકાનો ઘટાડો કર્યો છે, જે બે વર્ષમાં સૌથી નીચો છે. વધુમાં, સર્વેમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે માર્ચ ૨૦૦૯ પછી ફંડ મેનેજરો બોન્ડ્સમાં સૌથી વધુ વજન ધરાવે છે.વૈશ્વિક સેન્ટ્રલ બેંકો તેમના ટોચના સ્તરને પાર કરી ચૂકી હોવા છતાં, એકસાથે નાણાકીય કડકતાની અસર હજુ પણ સક્રિય છે.