સી.આર. પાટીલ અને દિલીપ સંઘાણીના જાહેરમાં આક્ષેપ પ્રતિઆક્ષેપથી ભાજપના રાજકારણમાં ગરમી
ગઇ કાલે ઇફકોના ગુજરાતના ડિરેકટરની ચૂંટણી થઇ તેમાં જયેશ રાદડિયાનો વિજય થયો. આ વિજય અસમાન્ય હતો. કારણ કે ઇફકોની ચૂંટણી સહકારી ક્ષેત્રની હતી પરંતુ પ્રદેશ ભાજપે આ ચૂંટણીમાં પક્ષના તરફી ઉમેદવાર તરીકે બિપીન પટેલના નામનો મેન્ડેટ આપ્યો હતો. જયેશ રાદડિયાએ પક્ષના મેન્ડેટ વિરૂધ્ધ ઉમેદવારી પણ કરી. ન માત્ર ઉમેદવારી કરી. પરંતુ ચૂંટણીમાં જંગી વિજય પણ મેળવ્યો. કુલ ૧૮ર મતમાંથી ૧૮૦ સભ્યોનુ મતદાન થયુ. તેમાથ જયેશ રાદડિયાને ૧૧૮ મત મળ્યા. જયારે ૬ર મત ભાજપના મેન્ડેટ ધરાવતાં ઉમેદવાર બિપીન પટેલને મળ્યા. આ પરાજય બીપીન પટેલનો નથી. સી.આર. પાટીલનો છે. કારણ કે આ મેન્ડેટ તેમના દ્વારા અપાયો હતો.
જયેશ આ ચૂંટણી કઇ રીતે જીત્યો ? એવો સવાલ થાય. તો તેનો જવાબ એ છે કે,તેની પાસે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષત્રના સમર્થના ૬૮ સભ્યો હતા. તેમાં દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયાની તરફેણ કરી. સૌરાષ્ટ્રના કુલ સભ્યોની સંખ્યા ૯પ હતી. જયારે જયેશ રાદડિયાને આ ચૂંટણીમા ૧૧૬ મત મળ્યા. બાકીના મત તેમને અમદવાદ અને રેસ્ટ ઓફ ગુજરાતના મળ્યા. આ મત એટલે અમિતભાઇ શાહના નિકટના સાથી અને એડીસી બેંકના વડા અજય પટેલના મત મળ્યા. મતલબ કે અમિતભાઇના જયેશ રાદડિયા સંઘાણીને મૂક આશિર્વાદ મળ્યા.
આવુ કેમ થયુ ? તેનો જવાબ એ છે કે કહેવાય છે કે અમિતભાઇની જાણ બહાર મેન્ડેટનો નિર્ણય લેવાયો હોઇ શકે. સી.આર. પાટીલે જે બીપીન પટેલના નામે ભાજપનો મેન્ડેટ આપ્યો એ બિપીન પટેલ અમિતભાઇ પટેલના નિકટના સગા છે. એટલે કયાંક ને કયાં અમિતભાઇને શરમાવવાનું રાજકારણ પણ રમાયુ. પરંતુ કારી ફાવી નહી.
જયેશ રાદડિયાની ઇફકોના ડિરેકટર તરીકેની જીતને આટલી બધી પ્રસિધ્ધી અને વાહવાહિ કેમ મળી તે સામાન્ય લોકોને કદાચ ન સમજાય. પરંતુ આ ભાજપની પાવર ગેમ અને પ્રોકસી વોર હતી. એક બાજુ જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીનું સહકારી રાજકારણ પુરુ કરો હજારો કરોડના સહકારી ક્ષેત્ર ઉપર પ્રભુત્વની હોડ હતી.
જયેશ રાદડિયાના વિજય બાદ સી.આર. પાટીલે મિડિયામાં એવુ સ્ટેટમેન્ટ આપ્યુ હતું કે સહકારી ક્ષેત્રમાં ઇલુ ઇલુ ચાલે છે. જો કે, દિલીપ સંઘાણીએ પાછી પાની ન કરી. તેમણે પણ તાત્કાલીક કહયુ કે સહકારી ક્ષેત્રમાં ભાજપના સાથીને ભાજપના સાથી મદદ કરે તો ઇલુ ઇલુ કહેવાય. પરંતુ ભાજપમાં કોંગ્રેસના ભરતી મેળા કરવામાં આવે છે તેને શું કહેવાય. કાર્યકરો ખુબ નારાજ છે એમ કહેવામાં પણ દિલીપ સંઘાણીએ કોઇ શરમ ન રાખી. આવી રીતે સી.આર.પાટીલને વિજય રૂપાણી પણ નથી કહી શકયા. દિલીપ સંઘાણીએ અને જયેશ રાદડિયાએ ભાજપમાં ભાવિ જંગ માટે તનખૈયા કરી દીધા કહેવાય. આ પ્રતિક્રિયામાં જ કદાચ જયેશ રાદડિયાના ભાઇની એક ટેપ વાઇરલ થઇ છે. હજુ ઘણી જગ્યાએથી વાર થશે.
લોકસભાની ચૂંટણી સમયે જ પી.એમ મોદી અને અમિતભાઇ શાહના હોમસ્ટેટમાં ભાજપમાં ઇલુ ઇલુના નામે ફાટી નિકળેલો આ વિવાદ અમંગળના સંકેત હશે.? આ અંતનો આરંભ હશે ? સમયની જ રાહ જોવી રહી. ભવિષ્યના ગર્ભમાં શું હશે તે કોને ખબર ?