કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા ખાતે ICAR ની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચ, નાગપુરથી ડો. વિવેક શાહ, સાયન્ટિસ્ટ અને ડો. જયવર્ધન, સાયન્ટિસ્ટ દ્વારા મુલાકાત લીધી હતી. ડો.જી.વિ.મારવીયા, સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ તેમજ વૈજ્ઞાનિકોએ ડો. જે. એચ. ચૌધરી, ડો. જે. એન. ઠાકર, પ્રો. ડી. પી. સાનેપરા, ડો. એમ. એમ. તાજપરા, હેતલ મણવર ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત કે.વિ.કે. તરઘડીયા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓના પ્રોગ્રેસ અને કે.વિ.કે. ખાતેની વિવિધ નિદર્શન યુનિટો, કે.વિ.કે. ફાર્મ વગેરેના કાર્ય વિશે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા ખાતે ICAR ની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચ, નાગપુરથી ડો. વિવેક શાહ, સાયન્ટિસ્ટ અને ડો. જયવર્ધન, સાયન્ટિસ્ટ દ્વારા મુલાકાત લીધી હતી. ડો.જી.વિ.મારવીયા, સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ તેમજ વૈજ્ઞાનિકોએ ડો. જે. એચ. ચૌધરી, ડો. જે. એન. ઠાકર, પ્રો. ડી. પી. સાનેપરા, ડો. એમ. એમ. તાજપરા, હેતલ મણવર ઉપસ્થિત રહ્યા હતા.આ મુલાકાત કે.વિ.કે. તરઘડીયા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓના પ્રોગ્રેસ અને કે.વિ.કે. ખાતેની વિવિધ નિદર્શન યુનિટો, કે.વિ.કે. ફાર્મ વગેરેના કાર્ય વિશે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.કે.વિ.કે. ના વડા ડો. જી. વિ. મારવીયા દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓ પ્રેજન્ટેશનના માધ્યમથી રજૂ કરી અને ત્યારબાદ પાક કૌતુકાલય, એન્ટોમોફેગસ પાર્ક, કે.વિ.કે. ફાર્મ, નેચરલ ફાર્મિંગ યુનિટ, જમીન અને પાણી ચકાસણી પ્રયોગશાળા, પ્રોસેસિંગ યુનિટ, સીડ સ્ટોરેજ ગોડાઉન, ખેડૂત છાત્રાલય વગેરેની મુલાકાત લીધી હતી.આમ ICARની ટીમ દ્વારા કે.વિ.કે. તરઘડિયાની તમામ કામગીરીઓનું જીણવટપૂર્વકનું ઇવેલ્યુએશન કરવામાં આવ્યું અને જરૂર જણાય ત્યાં જરૂરી માર્ગદર્શન પણ તેઓ દ્વારા આપવામાં આવેલ. કે.વિ.કે.-તરઘડીયાની ખૂબ જ સારી કામગીરી માટે ICAR ની ટીમ દ્વારા કે.વિ.કે.ની આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.