ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષી 1111 કુંડાત્મક મહાવિષ્ણુયાગ કરશે
સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ મોટા મંદિર, લીંબડી દ્વારા સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ, મોટા મંદિર, લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર ખાતે 3 થી 11 ફેબ્રુઆરી મોરારીબાપુના વ્યાસાસને રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરીના સવારે 8 કલાકે નૂતન મંદિર તથા નૂતન સંતનિવાસનું વાસ્તુપૂજન કરવામાં આવશે. મહોત્સવનો પ્રારંભ 3 ફેબ્રુઆરીના સવારે 7 કલાકેથી થશે. પોથીયાત્રા બપોરે 2 થી 4 મોટા મંદિરથી નીકળી કથા સ્થળ સુધીની રહેશે. દીપપ્રાગટ્ય સાંજે 4 કલાકે કરવામાં આવશે.
સ્વયંભુ ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષી 1111 કુંડી હોમાત્મક વિષ્ણુ મહાયાગ 10 થી 12 ફેબ્રુઆરી યોજાશે. 9 ફેબ્રુઆરીના રાતે 8:15 કલાકે શોભાયાત્રા, નગરયાત્રા, રથયાત્રા નીકળશે. સંત નિવાસ, નૂતન મંદિરના નિર્માણ માટે સહયોગી યજમાનોમાં ગો.વા. પ્રાણજીવનભાઇ વિરજીભાઇ ઝવેરી, ઝવેરીભાઇ વિરજીભાઇ ઝવેરી, ભરતભાઇ, કિશોરભાઇ, ચંદ્રેશભાઇ, વિપુલભાઇ જયારે મંદિરના મુખ્ય મનોરથી ગો.વા. મંગળાબા રતિલાલ ઝવેરી, ગો.વા.કિશોરભાઇ રતિલાલ ઝવેરી, ગો.વા.શારદાબા કિશોરભાઇ ઝવેરી, નંદકિશોરભાઇ, યશોવર્ધનભાઇ, મૃણાલભાઇ તેમજ સ્વયંભુ ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય મનોરથી સ્વ. જીતુભા કેસરીસિંહજી રાણા પરિવાર (ભલગામડ), કિરીટસિંહ જીતુભા રાણા (લીંબડી ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી) તથા મહોત્સવના મનોરથીમાં રાણપુરા પરિવારના ગો.વા. મનસુખલાલ છગનલાલ રાણપુરા, ગો.વા.ચંપાબેન મનસુખલાલ રાણપુરા રહેશે.
રામકથાના મુખ્ય યજમાન પદે મનસુખલાલ મકનજીભાઇ ખાંદલા પરિવાર સવિતાબેન મનસુખલાલ ખાંદલા અને 1111 કુંડી હોમાત્મક વિષ્ણુ મહાયાગ મનોરથી સ્વ. શિવલાલ આણંદજીભાઇ માકાસણા પરિવારના ચંદ્રેશભાઇ રહેશે. ભોજનાલયમાં ગો.વા. વિક્રમસિંહ કિશોરસિંહ ચૌહાણ, કિશોરસિંહ માલુજીભા ચૌહાણ અને સહયજમાન પદે ડો. જગદીશભાઇ ત્રિવેદી પરિવાર રહેશે. મહંત મહામંડલેશ્વર 1008 લલીતકિશોરશરણ ગુરુ બાલકૃષ્ણદાસજી મહારાજ મોટા મંદિર લીંબડી તથા નિમ્બાર્કાચાર્ય પીઠાધીશ્વર શ્યામશરણદેવાચાર્ય શ્રીજી મહારાજ નિમ્બાર્ક તીર્થ ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે.