ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ સિરીઝમાં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. આ સિરીઝ 1-1 થી બરાબર છે.
ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરીને ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું. આ સિરીઝની ત્રીજી મેચ વરસાદને કારણે ડ્રો રહી હતી. આવી પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાની નજર ચોથી ટેસ્ટ મેચમાં કમબેક કરવા પર હશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પાસે એક શાનદાર રેકોર્ડ બનાવવાની તક છે.
આ રેકોર્ડ બનાવી શકે છે રાહુલ
કેએલ રાહુલે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં અત્યાર સુધી તેના કરિયરમાં બે સદી ફટકારી છે. જો રાહુલ ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારે છે તો બોક્સિંગ ડે ટેસ્ટમાં તેના નામે કુલ ત્રણ સદી થઈ જશે. આ સાથે તે ટીમ ઈન્ડિયા માટે બોક્સિંગ ડે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે. તેના સિવાય અજિંક્ય રહાણે અને સચિન તેંડુલકરે પણ બોક્સિંગ ડે ટેસ્ટમાં બે સદી ફટકારી છે.
બોક્સિંગ ડે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન
2 |
સચિન તેંડુલકર |
2 | અજિંક્ય રહાણે |
2 | કેએલ રાહુલ |
1 | ડી વેંગસરકર |
1 | કપિલ દેવ |
1 | મોહમ્મદ અઝહરુદ્દીન |
1 | વિરેન્દ્ર સેહવાગ |
1 | વિરાટ કોહલી |
1 | ચેતેશ્વર પૂજારા |
શાનદાર ફોર્મમાં છે રાહુલ
ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી આ સિરીઝમાં કેએલ રાહુલનું અત્યાર સુધીનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. તે આ ટેસ્ટ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેને ત્રણ મેચની 6 ઈનિંગ્સમાં 47ની એવરેજથી 235 રન બનાવ્યા છે. તેને ત્રીજી ટેસ્ટ મેચમાં પણ 84 રનની ઈનિંગ રમી હતી. આ સિરીઝમાં તેને અત્યાર સુધીમાં બે અડધી સદી ફટકારી છે. આવી સ્થિતિમાં તેની નજર આ સિરીઝમાં સદી ફટકારવા પર પણ રહેશે.