હજુ થોડા દિવસ પહેલા જ રાભભાઇ મોકરિયા અને સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર વચ્ચે તણખા ઝર્યા હતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા નગરસેવકો અને પદાધિકારીઓ તેમજ શહેર ભાજપ સંગઠન કે અન્ય નેતાઓ વચ્ચે સંકલન ન હોવાનો વધુ એક દાખલો બેઠો છે. હજુ થોડા દિવસ પહેલા જ સાંસદ રામભાઇ મોકરિયા તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર વચ્ચે તણખા ઝર્યા હતા. આ બાબતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જયમીન ઠાકરને ઠપકો આપ્યો હોવાનું પણ કહેવાય છે. ત્યા વધુ એક નગરસેવક ભારતીબેન મકવાણાનો મામલો સર્જાયો છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ મીડિયા સમક્ષ એવુ નિવેદન કર્યુ છે કે, ભારતીબેન મકવાણાએ મારૂ ધ્યાન દોર્યુ હોત તો ચોક્કસપણે હજુ કંઇક સોલ્યુશન લઇ આવત. અહીં ઘાટ એવો સર્જાય છે કે, શહેર ભાજપ પ્રમુખને કાં તો કોઇ ગાઠતુ નથી. કાં તો પછી નગરસેવકો સાથે તેનો કોઇ તાલમેલ નથી.