ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને સુરક્ષાની પરિસ્થિતિ સુદઢ બનાવવા હેતુસર પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા પીઆઈ અને પીએસઆઇ અધિકારીઓની આંતરીક બદલીઓ કરી છે. જેમાં ત્રણ પીઆઈ માં આર.એન.જાડેજાની સોમનાથ મંદિર, એ.પી.પટેલની તાલાલા, એન.આર.પટેલની સોમનાથ મરીનમાં જયારે પીએસઆઈમાં કરશનભાઈ મુછાળની વેરાવળ સીટીમાં, પી.જે.બાટવાની એસઓજી, વી.કે.ઝાલાની નવાબંદર, જે.આર.ડાંગરની ઉના, એન.બી.ચૌહાણની ગીરગઢડા, એસ.એસ.વાવેયાની એમઓબી, પી.સી.પરમારની જીલ્લા ટ્રાફીક, બી.કે.રાઠોડની મહિલા પોલીસ, આર.પી.જાદવની દેલવાડા, એમ.આર.ડવની વેલણ, જે.કે.જોરાની કંટ્રોલરૂમમાં બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.