આયુર્વેદ અનુસાર, દરેક આંગળી પાંચ તત્વોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે
ભારતીય ભોજન મોટાભાગે હાથ વડે ખાઈ શકાય તેવું હોય છે જેના માટે કાંટા ચમચીની જરૂર રહેતી નથી.
વર્તમાન સમયમાં ભોજન નો પ્રકાર બદલાયો છે એ સાથે ખાવાની પદ્ધતિ પણ બદલાય છે એક સમયે હાથ વડે ખવાતો ભોજન ચમચી કાંટા વડે ખાવામાં આવે છે. ઘણી વખત આંધળું અનુકરણ કરવામાં આવે છે પરંતુ ભારતીય ભોજન મોટાભાગે હાથ વડે ખાઈ શકાય તેવો હોય છે અને યુરોપના દેશોનું ભોજન અમુક પ્રકારનું હોવાથી તેના માટે કાંટા ચમચી નો ઉપયોગ કરવો જરૂરી બની જાય છે. આજકાલ હાથ વડે ખાવાને ઓલ્ડ ફેશન અને અસ્વચ્છ માનવામાં આવે છે પરંતુ .હાથ વડે ખાવાથી અમુક પ્રકારના ઉત્સેચકો હોય છે જે સિગ્નલ મળતાની સાથે જ આ એન્ઝાઇમ એક્ટિવ થવા લાગે છે.આ રીતે પેટને તૈયાર કરવાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. જ્યારે કોઈ વસ્તુને ચમચી અથવા કાંટા વડે મોં પર લઈ જવામાં આવે છે, ત્યારે તે હાથની જેમ ચેતાના સંપર્કમાં આવતી નથી.
ચમચી વડે ખાવાને હાઈજેનિક ગણવામાં આવે છે. તે સંસ્કારી હોવા સાથે પણ સંકળાયેલું છે જ્યારે હાથ વડે ખાવાનો અર્થ ગંદકી અને રોગ માનવામાં આવે છે.
‘માઈન્ડફુલ ઈટિંગ’ એટલે હાથ વડે ખાવું. હાથ વડે ખાવાને ‘માઇન્ડફુલ ઇટિંગ’ કહેવાય છે. ચમચી વડે ખાવા કરતાં આ વધુ સારું છે. એક અહેવાલ મુજબ, જ્યારે તમે તમારા હાથથી ખોરાક ખાઓ છો, ત્યારે તમે તેની માત્રા પર ધ્યાન આપો છો.લોકો હાથ વડે ધીમા અને ચમચીથી ઝડપી ખાય છે શું તમે ક્યારેય અનુભવ્યું છે કે હાથ વડે જમતી વખતે ખાવાની ઝડપ ધીમી હોય છે જ્યારે ચમચી વડે જમતી વખતે તે ઝડપી હોય છે. જ્યારે તમે ધીમે-ધીમે ખાઓ છો, ત્યારે તમે તમારો ખોરાક પણ ચાવશો. જ્યારે આપણે ચમચીથી ખાઈએ છીએ, ત્યારે આપણે બરાબર ચાવ્યા વગર ખાઈએ છીએ. જેના કારણે પાચનક્રિયામાં ખલેલ પડે છે.
ઘણા લોકોની એવી દલીલ હોય છે કે ચમચી વડે ખવાતું ખોરાક સ્વચ્છ રહે છે પરંતુ સામે એવી દલીલ પણ થાય છે કે લોકો જે ચમચી કાંટા વડે ખાય છે શું તમને ખ્યાલ છે કે તે બરાબર સાફ કરેલ છે? જો ચમચી કાટા સાફ કરેલ ન હોય તો તેમાં હાનિકારક બેક્ટેરિયા હોય જેના કારણે સ્વાસ્થ્ય બગાડવાનો હોય રહે છે.
ભારતીય ભોજનમાં એવી કેટલીય વસ્તુ છે જેના માટે કાંટા ચમચીની જરૂર નથી ભારતીય ભોજનમાં દરરોજ ખવાતા રોટલી પરોઠા માટે કાંટા ચમચી ની જરૂર નથી એટલું જ નહીં દક્ષિણ ભારતીય ખોરાક કેળાના પાંદડા પર પીરસવામાં આવે છે. પાંદડા પર ચમચી અને કાંટોનો ઉપયોગ કરી શકાતો નથી. આના પર ફક્ત હાથથી જ ખોરાક ખાઈ શકાય છે.
આયુર્વેદ અનુસાર હાથ વડે ખાવાનું ખાવાથી માત્ર આરોગ્યપ્રદ જ નથી પરંતુ તે આપણી ઇન્દ્રિયો અને પાચન માટે પણ સારું માનવામાં આવે છે. . અંગૂઠો આગ સાથે જોડાયેલ છે. તર્જની વરુણ (હવા) સાથે જોડાય છે. મધ્યમ આંગળી આકાશ એટલે કે અવકાશ સાથે જોડાયેલ છે. રીંગ ફિંગર પૃથ્વી સાથે જોડાયેલ છે અને નાની આંગળી પાણી સાથે જોડાયેલ છે.જ્યારે તમે આ પાંચ બિંદુઓને સંયોજિત ખોરાક ખાઓ છો, ત્યારે તે શરીરના વિવિધ ભાગોને અસર કરે છે. આનાથી માત્ર પાચનતંત્ર છ જ નહીં પરંતુ સમગ્ર શરીર પર તેની અસર થાય છે. તો આજથી જ તમે માઈન્ડ ફુલ ઇટીંગ ની શરૂઆત કરો છો ને?