પ્રતીક કે કલ્પન પ્રયોજીને ભાષાને તાજગી આપીને કવિતા સિદ્ધ કરવાનું ધ્યેય હતું, તેઓને પુલિત્ઝર પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે
વિલિયમ કાર્લોસ વિલિયમ (૧૮૮૩-૧૯૬૩ રુથરફોર્ડ, ન્યુ જર્સી) અમેરિકામાં વ્યવસાયે બાળકોના ડૉક્ટર હતા.મુખ્યત્વે કવિ, લેખક હતા. કવિ તરીકે આધુનિક, પ્રયોગશીલ અને કલ્પનવાદી હતા. એ સમય આધુનિક અને પ્રતીકવાદી કવિતાનો હતો. એઝરા પાઉન્ડ, વોલ્ટ વ્હિટમેન, કિટ્સ, સાફો એમનાં પ્રિય કવિઓ હતા. પ્રતીક કે કલ્પન પ્રયોજીને ભાષાને તાજગી આપીને કવિતા સિદ્ધ કરવાનું ધ્યેય હતું. તેઓને પુલિત્ઝર પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. આ કવિ હ્રદય રોગનો હૂમલો આવ્યો ત્યાં સુધી કવિતા લખતા રહ્યા. તેઓનો એક કાવ્યસંગ્રહ ‘journey to love’ પ્રખ્યાત છે.
આ કાવ્ય ‘This Is Just To Say’ ‘આટલુ જ કહેવું છે’ સંગ્રહનું છે. કાવ્યોમાં કલ્પન દ્વારા ચિત્રો સર્જવાની નેમ ધરાવતા હતા. પહેલા, બીજા વિશ્વયુદ્ધ પછી અર્થવિહીન જગતમાં માનવીય સંબંધોમાં ખાસ કરીને પારિવારિક અને દામ્પત્ય જીવનમાં ઘણી પરોક્ષતા અને દૂરના આવવા લાગી. એકએ પરોક્ષતા, દૂરતા અન્ય સમાજની જેમ આપણા ભારતીય સમાજમાં પણ આવી ગૈ છે. તેથી આ કાવ્યને સ્થળ કાળ સ્પર્શતા નથી. કાવ્ય પહેલી વાર વાંચતાં પ્રતિભાવ એવો થાય કે આ તે કૈ કાવ્ય કહેવાય? પણ ના, આ ઘણું અર્થ ગામી કાવ્ય છે.
કાવ્ય સીધું અને સરળ, લાઘવ યુકત, પણ છેતરામણું છે. માનવીય સંબંધોમાં આવતી ઓટ વિશેનું છે. એક જ ઘરમાં વસતી બે વ્યક્તિના કે પતિ-પત્નીના લાંબા ગાળે કોઈ કારણસર કે કારણ વિહીન સંબંધો જયારે ઉષ્માવિહીન થઈ જાય ત્યારે દામ્પત્ય જીવન નિરસ થતું હોય છે.
વ્યવહારમાં કેવી પરોક્ષતા આવી જાય છે? તે કવિએ બહુ જ વ્યંજનાત્મક રીતે એક ઘરેલું ચિત્ર સર્જી ફળ અને ફ્રીઝના પ્રતિકથી સિદ્ધ કર્યું છે. એકની ગેરહાજરીમાં બીજાએ આરોગેલા ફળ સ્વાદિષ્ટ અને મીઠા છે એમાં સ્વાર્થ તો છે જ. મર્મ અને કટાક્ષ છે.
ઠંડા કહીને બેઉના સંબંધમાં, સાહચર્યમાં આવેલી ઉષ્મા વિહીનતા સૂચક છે. ‘માફ કરજે’ એમાં કશી આત્મીયતા નહીં નરી ઔપચારિકતા છે! કવિએ ભાષા અને ભાવના મેદનું પણ સંગોપન કરીને સંબંધોની ક્ષણભંગુરતાના સંકેત સાથે કાવ્ય સિદ્ધ કર્યું છે. અસ્તુ…
(સૌજન્ય :શોર્ટ એન્ડ સ્વીટ: એડિટર; સિમોન આર્મીટેજ)