રમજાન માસમાં મસ્જીદોમાં ઇફતાર પાર્ટીનો પ્રતિબંધમિનિસ્ટ્રી ઓફ ઇસ્લામિક અફેર્સની વેબસાઇટ ઉપર જારી થયા નવા આદેશજાહેરમાં નમાજ પઢવા,લાઉડ સ્પીકર ઉપર મોટેથી નમાજ પઢવા ઉપર પ્રતિબંધમસ્દીજમાં દસ દિવસનું રોકાણ કરવા માટે આઇ.ડી. ફરજિયાત કરવામાં આવ્યુસોશિયલ મિડિયા ઉપર રમજાનની ઉજવણીને મર્યાદીત કરવાના આદેશમકકા મદીનાની બે પવિત્ર મસ્જીદોને આ પ્રતિબંધમાંથી મુકિત અપાઇ છેઇસ્લામિક વિશ્વમાં સાઉદી અરેબિયાની નવી નીતિના વિરોધમાં ઘેરા પ્રત્યાઘાત
રમજાન માસમાં મસ્જીદોમાં ઇફતાર પાર્ટીનો પ્રતિબંધ
મિનિસ્ટ્રી ઓફ ઇસ્લામિક અફેર્સની વેબસાઇટ ઉપર જારી થયા નવા આદેશ
જાહેરમાં નમાજ પઢવા,લાઉડ સ્પીકર ઉપર મોટેથી નમાજ પઢવા ઉપર પ્રતિબંધ
મસ્દીજમાં દસ દિવસનું રોકાણ કરવા માટે આઇ.ડી. ફરજિયાત કરવામાં આવ્યુ
સોશિયલ મિડિયા ઉપર રમજાનની ઉજવણીને મર્યાદીત કરવાના આદેશ
મકકા મદીનાની બે પવિત્ર મસ્જીદોને આ પ્રતિબંધમાંથી મુકિત અપાઇ છે
ઇસ્લામિક વિશ્વમાં સાઉદી અરેબિયાની નવી નીતિના વિરોધમાં ઘેરા પ્રત્યાઘાત
છેલ્લા એક દાયકામાં વિશ્વમાં જે પરિવર્તનો આવી રહયા છે તે કલ્પનાતિત છે. લોકો એક દાયકા પહેલાં સપનામાં પણ ન વિચારી શકે એવી હકિકતો વિશ્વમાં બની રહી છે. ૯3 ટકા ઇસ્લામિક આબાદી ધરાવતાં સાઉદી અરેબિયામાં રમજાન માસ દરમિયાન મસ્જીદોમાં ઇફતાર પાર્ટી ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પ્રિન્સ બિન સલમાન મોહમદે લીધો છે. કુલ સાત પ્રતિબંધો એવા જાહેર કર્યા છે કે જેથી ઈસ્લામ પરસ્ત વિશ્વમાં તિવ્ર પ્રતિક્રિયાઓ ઉભી થઇ છે.
બી.એસ.એમ.ના ટુંકા નામે જાણીતા બિન સલમાન મોહમદે રમજાન માસ દરમિયાન મિનિસ્ટ્રી ઓફ ઇસ્લામિક એફેર્સની વેબસાઇટ ઉપર જારી કરેલા નવા આદેશે ઘેરી પ્રતિક્રિયાઓ જન્માવી છે. કુલ સાત નવા આદેશ છે તેમાં મુખ્યત્વે મસ્જીદોમાં યોજાતી ઇફતાર પાર્ટી ઉપર પ્રતિબંધ મૂકયો છે. મસ્જીદોમાંથી પોકારવામાં આવતી બાંગ અને થતી પ્રાર્થનાઓ,દુઆઓ વગેરેના માઇકના વોલ્યુમ ઘટાડી તેની માત્રા ઓછી કરવા આદેશ કરાયા છે. સોશિયલ મિડિયા ઉપર દુઆ,પ્રાર્થના,તકરીર ઉપર અંકુશો લગાવવામાં આવ્યા છે.
સાઉદી અરેબિયાની મિનિસ્ટ્રી ઓફ ઇસ્લામિક અફેર્સની વેબસાઇટે જારી કરેલા આદેશોમાં મહત્વનો આદેશ એ છે કે મસ્જીદમાં કોઇ વ્યકિત દસ દિવસ સુધી રોકાય તો તેમણે તેમના આઇ.ડી. આપવા પડશે. આ ઉપરાંત બાળકોને મસ્દીદમાં ન લઇ જવા પણ આદેશ થયા છે. ઇસ્લામિક વિશ્વમાં આ ઘટનાના ઘેરા પડઘા પડયા છે.
બીજી બાજુ પ્રિન્સ બિન સલમાને પશ્ચિમી જગતને માટે સાઉદી અરેબિયા માટે દ્વાર ખુલ્લા મુકયા છે. અહિં હેલોવીન જેવા ઉત્સવો યોજાય છે. મ્યુઝિક કોન્સર્ટ યોજાય છે. મહિલાઓ માટે ડ્રાઇવીંગ લાયસન્સની છુટ આપવામાં આવી છે. મહિલાઓને વિદેશ પ્રવાસના પાસપોર્ટ આપવામાં ઉદારતાં લાવવામાં આવી છે. પ્રગતિશીલ નિર્ણયોનો આ પ્રવાહ એક વર્ગે સ્વીકાર્યો છે. બીજી બાજુ ચુસ્ત ઇસ્લામીક વર્ગમા ઇસ્લામિક પ્રિન્સના આ નિર્ણયની ઘેરી પ્રતિક્રિયા છે. મકકા મદીનાની બન્ને પવિત્ર મસ્જીદોને જો કે આ નિર્ણયમાંથી બાકાત રાખવામાં આવી છે.
સાઉદી અરેબિયાના આ પરિવર્તના પાછળ પ્રિન્સ સલમાનની સાઉદીને વૈશ્વિક રાષ્ટ્ર બનાવવાની છે. ઓઇલ ઇકોનોમીમાંથી સાઉદીને ટુરિઝમ ઇકોનોમી ઉપર લાવવાની પણ તેમની ઇચ્છા હોવાનું જણાય છે. વિશ્વના પ્રવાસીઓ સાઉદીમાં આવે અને પશ્ચિમ સહિતના વિશ્વનું રોકાણ સાઉદીમાં થાય તો સાઉદી ભવિષ્યમાં ઓઇલ ઇકોનોમી સિવાયની વૈકલ્પીક વ્યવસ્થામાં ઉભરી શકે એવી પણ પ્રિન્સની માન્યતા હોવાનું કહેવાય છે.
ભારત સાથે સાઉદી પ્રિન્સના ખુબ સારા સબંધો છે. ખાસ કરીને વડાપ્રધાન મોદી સાથે પ્રિન્સ બીન સલમાન મોમહદના ઉષ્માભર્યા સબંધો છે.તાજેતરમાં દુબઇમાં સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન સહિત ભારતના અનેક મહાનુભાવો,સંતો,મહંત,અગ્રણીઓ,બૌધિકો અને પ્રચારકો ઉપસ્થિત રહયા હતાં.
એકંદરે વિશ્વમાં જે પરિવર્તનો આવી રહયા છે તેને સાઉદીના પ્રિન્સ જીલી રહયા છે અને વૈશ્વિક સંદર્ભમાં સાઉદી અરેબિયામાં બદલાવ કરી રહયા છે. જો કે, આ નિર્ણયો સામે પ્રતિક્રિયા પણ ઉઠતી રહી છે.