ચોમાસાના દિવસોમાં ગમે ત્યારે વરસાદ ટપકી પડતો હોવાથી જલ્દી સુકાઈ જાય તેમ જ આરામદાયક અને સ્ટાઇલિશ કપડાંની પસંદગી કરવી જોઈએ.
ચોમાસાની ઋતુનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. વરસાદની આ ભીની ઋતુમાં ગૃહિણીને રોજબરોજ ના જીવનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. તો વર્કિંગ વિમેનને પણ અમુક સમસ્યા ઊભી થાય છે. મોનસુન સીઝનમાં કેવા પ્રકારના વસ્ત્રો પહેરવા જોઈએ તે દરેક માનુની ની સામાન્ય મુશ્કેલી છે. ચોમાસાના દિવસોમાં કમ્ફર્ટેબલ પણ હોય અને સ્ટાઇલિશ હોય તેવા વસ્ત્રો દરેક લોકો ઈચ્છે છે. દિવસમાં ગમે ત્યારે વરસાદ ટપકી પડતો હોવાથી એવા વસ્ત્રો ની પસંદગી કરવામાં આવે કે જે તરત સુકાઈ જાય તો વધારે સગવડતા રહે. આવી અનેક મોન્સૂન ફેશન ટીપ્સ આપે છે જાણીતા ફેશન ડિઝાઈનર સંગીતા હરખાણી. આવી કેટલીક ફેશન ટીપ્સ અપનાવીને તમે મોનસુનમાં પણ મસ્ત રહી શકશો.
*જમ્પસૂટ:વરસાદની ઋતુમાં કોઈ પણ કપડાં વધારે લાંબા ન હોવા જોઈએ તેનો ખ્યાલ રાખો. આવી સ્થિતિમાં, તમે એંકલ લેન્થ જમ્પસૂટ અજમાવી શકો છો.આ પ્રકારનો ડ્રેસ વરસાદની ઋતુ માટે યોગ્ય છે અને સ્ટાઇલિશ પણ લાગે છે.તે પહેરવામાં ખૂબ આરામદાયક છે અને તેનું ફેબ્રિક પણ નરમ હોય છે. જેના કારણે તમને ગરમી ઓછી લાગે છે. આમાં તમને ઘણા રંગ અને ડિઝાઇન વિકલ્પો મળી રહે છે.
*સ્કોર્ટ્સ:સ્કોર્ટ્સ એ સ્કર્ટ અને શોર્ટ્સની ડિઝાઇનના કોમ્બિનેશનથી બનાવેલું આઉટફિટ છે. એ કમ્ફર્ટેબલ તો છે પણ સાથે સાથે શોર્ટ સ્કર્ટનો લુક આપતું હોવાના કારણે આકર્ષક પણ લાગે છે. આ આઉટફિટ કોટનથી માંડીને પોલિએસ્ટર જેવા મટીરિયલમાં ઉપલબ્ધ છે. આ ખૂબીઓને કારણે સ્કોર્ટ્સ ફેશન ટ્રેન્ડ ને અનુસરતી નારીઓ માટે ફેવરિટ બની ગયા છે. સ્કોર્ટ્સ શોર્ટ હોવાથી દરેક પહેરે એવી શક્યતા નથી
*એવર ગ્રીન ક્રોપ ટોપ
ચોમાસામાં કેઝ્યુઅલ વેઅરમાં ક્રોપ ટોપ સૌથી કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ વિકલ્પ બની ગયું છે. તાજેતરમાં ઓવરસાઇઝ્ડ એલ્બો સ્લીવ્ઝ ક્રોપ ટીઝ ટીનેજર્સનું આકર્ષણ બની રહ્યાં છે. આવા પ્રકારનાં ટોપ્સ તેમને ફંકી, ક્લાસી અને ટ્રેન્ડી લુક આપે છે. માર્કેટમાં વાઇટ અને પેસ્ટલ કલરના
ક્રોપ ટોપમાં બલૂન સ્લીવ્સનો ટ્રેન્ડ હજુ અકબંધ છે. કેઝ્યુઅલ અને પાર્ટી વેઅરમાં બલૂન સ્લીવ્ઝ ક્રોપ ટોપ બેસ્ટ સ્ટાઇલ વિકલ્પ છે.
આ પ્રકારના ક્રોપ ટોપ સાથે સ્કર્ટ અથવા બેલ બોટમ જીન્સ સારામાં સારી પસંગી સાબિત થાય છે. ઉપરાંત બેલ સ્લીવ્ઝવાળાં ક્રોપ ટોપ પણ સુંદર લાગે છે. બંને પ્રકારનાં ક્રોપ ટોપ્સ ફિટેડ જીન્સ અથવા પ્લાઝો સાથે પરફેક્ટ મેચ રહેશે.
*મેક્સી ફ્રોક:મેક્સી ફ્રોક એ ખાસ પ્રકારનું ની-લેન્થ ફ્રોક છે. જે યુવતીની હાઇટ ઓછી હોય તેને આ સારું લાગે છે. મેક્સી ફ્રોક કે સ્કર્ટ પહેરતી વખતે એ ધ્યાન રાખવું કે તમારું બોડી સપ્રમાણ હોય, જો તમારું બોડી હેવી હોય તો મેક્સીની એવી ડિઝાઇન પસંદ કરવી જેનાથી સ્થૂળતા ઢંકાઈ જાય.લોન્ગ મેક્સીમાં તમે સ્લિવ સાથે ઘણા એક્સપરિમેન્ટ કરી શકો છો. સ્પેગેટી સ્લિવ, અથવા તો ઓફ શોલ્ડર મેક્સી સપ્રમાણ ફિગર પર ખૂબ સરસ લાગશે.મેક્સીમાં મોટા ભાગે શિફોન, જ્યોર્જેટ, કોટન સિલ્ક, લિનન જેવા ફેબ્રિક વપરાય છે. તેમાંય જો ફલોરલ પ્રિન્ટ હોય તો તો મેક્સીનો લુક કંઇક અલગ જ લાગે છે.
ફેશન અને ટ્રેન્ડ સિવાય અમુક સામાન્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે
વરસાદની ઋતુમાં હળવા શેડનાં કપડાં ન પહેરો.
– જાડું ફેબ્રિક પસંદ કરશો નહીં.
– રંગનું ખાસ ધ્યાન રાખવું.
– ચોમાસામાં વસ્ત્રોના રંગની પસંદગી કરતી વખતે ઘેરા રંગને પસંદ કરવા. લાલ,લીલા, કેસરી, બ્લુ, બ્રાઉન, મરુન અને ડલ ગ્રીન જેવા રંગો પસંદ કરવા. કારણ કે, આવા ઘેરા રંગના ડ્રેસ ભીના થાય તો પણ ખરાબ નહીં લાગે.
– ઓફિસ કે કામના સ્થળે જતી વખતે લાંબા કે ઘેરદાર વસ્ત્રો પસંદ ન કરવા.