તારીખ 15/07/2024 ને સોમવારના રોજ અષાઢ સુદ નોમના દિવસે આઇશ્રી સોનલ માઁ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે આઇશ્રી સોનલ માઁ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ સૌ ચારણ બંધુઓ ભેગા મળી ભાવભેર ઉજવશે..
આ તકે સવારે 8:30 કલાકે થી હવન અને ધ્વજારોહણ. બપોરે મહાપ્રસાદ, સાંજે મહાઆરતી તથા રાત્રે 10 કલાકે સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં ભરતદાન ગઢવી (ગીર), યોગેશદાન ગઢવી (કચ્છ) તથા હરેશદાન ગઢવી (કચ્છ) વગેરે કલાકારો આઈ આરાધના કરશે.