મોરબી શહેર બી ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યકમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી આશરે ૧.૪૫ લાખની કિંમતના છ જેટલા ખોવાયેલ મોબાઈલ શોધી કાઢયા છે. જે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અરજદારોને પરત આપવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચનાથી પ્રજા કલ્યાણ અને પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના આપતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ કરી છ જેટલા આશરે ૧.૪૫ લાખ ની કિંમતના મોબાઈલ શોધી કાઢ્યા છે. એક સાથે મોબાઈલ મૂળ માલિક ને પરત કરી પોલીસે પોતાની ફરજ નિભાવી પોલીસ પ્રજા મિત્ર સૂત્રને બી ડિવિઝન પોલિસે સાબિત કરી બતાવ્યું છે.