કર્મચારીએ કામ એટલા દિવસનો પગાર માંગતા બેફામ માર મારી ચપ્પલ ચટાવ્યા હતા : પોલીસ તપાસ ચાલુ
મોરબીમાં રાણીમાં ઇન્ડસ્ટ્રીઝ નામે ફેકટરી ચલાવતા વિભૂતી પટેલ ઉર્ફે રાણીબા પટેલ અને તેના સાગ્રીતોએ તેના દલિત કર્મચારીને પગારની માંગણી કરતા બેફામ માર મારી ફેકટરીની અગાસી ઉપર અત્યાચાર ગુજારી પગના ચપ્પલ ચટાવતાં આ અંગે મોરબી એ-ડીવીઝન પોલીસમાં થયેલી ફરિયાદના પગલે આરોપીઓ ફરાર થઇ ગયાં છે. તેમના મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવે છે.
https://youtu.be/8b4GeDhh-2I?si=vi0pjEOVzcr8xNKT
દરમિયાનમાં આ ઘટનાના દલિત સમાજમાં ઘેરા પડઘા પડયા છે. આજે દલિત સમાજના લોકો કલેકટર કચેરીએ આવેદા આપવા ગયા હતા અને આરોપીઓને ઝડપથી ઝડપી લઇ સજા કરવાની માંગણી કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી અને મોરબીમાં સિરામિક એક્સપોર્ટનો વ્યવસાય કરતી યુવતીએ પોતાની ઓફિસમાં સિરામિક માર્કેટિંગ માટે કામે રાખેલા યુવાનને 16 દિવસનો પગાર ન ચૂકવતા આ યુવાને પગાર માંગતા રાણીબા અને તેના ભાઈ સહિતની ટોળકીએ અનુસૂચિત જાતિ સમાજના યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ચામડાના પટ્ટા વડે ઢોર માર મારી રાણીબાએ પોતાનું પગરખું યુવાનના મોઢામાં લેવડાવી માફી માંગતો વીડિયો ઉતારી લેતા આ ચોંકાવનારા બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જેમાં આજે 48 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ આરોપીઓને શોધવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે. તેમજ રાષ્ટ્રીય દલિત મંચે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. અને જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.