- દિલ્હીની પેન્શન શંખનાદ રેલીમાં રાજ્યના 7 હજાર સરકારી કર્મીઓએ ભાગ લીધો
- રાજ્ય સરકારે કરેલો ઠરાવ કેન્દ્રથી વિરુદ્ધનો અને છેતરામણો !
- દિલ્હીના રામલીલા મેદાન ઉપર ‘પેન્શન શંખનાદ રેલી’ યોજી રહ્યા છે
વિવિધ રાજ્યોના સરકારી કર્મચારીઓ રવિવારે ફરી એકવાર દિલ્હીના રામલીલા મેદાન ઉપર ‘પેન્શન શંખનાદ રેલી’ યોજી રહ્યા છે ત્યારે એમાં રાજ્યના 7 હજાર જેટલા સરકારી કર્મચારીઓ સામેલ થઈ માગણી કરી રહ્યા છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે રાજ્યમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાનું કમિટમેન્ટ રાજ્ય સરકાર તરફથી અપાયું હતું તે કમિટમેન્ટ સરકારે પાળવું જોઈએ, 2005 પહેલાંના કર્મચારીઓને ઓપીએસ લાગુ કરવા માટે જીઆર કરવાનું કમિટમેન્ટ રાજ્ય સરકારે પાળ્યું નથી, તો આ વચન અંગે તાત્કાલિક જાહેરાત થવી જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રના સુધારાથી વિપરીત ઠરાવ કરાયો છે, જેમાં, સરકારી કર્મીઓ જો મૂળ પગારના 10 ટકા કપાતનો વિકલ્પ સ્વીકારે તો રાજ્ય સરકાર 10 ટકા ઉમેરે, જો કર્મીઓ મૂળ પગારના 12 ટકા કપાતનો વિકલ્પ સ્વીકારે તો સરકાર 12 ટકા ઉમેરે, જો કર્મચારીઓ મૂળ પગારના 14 ટકા કપાત સ્વીકારે તો રાજ્ય સરકાર 14 ટકા ઉમેરે. આ ઠરાવ કેન્દ્રથી તદ્દન વિપરીત હોઈ કર્મચારીઓ તેમને છેતર્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. કર્મચારી સંગઠનો એવું પણ જણાવી રહ્યાં છે કે, રાજ્ય સરકારની નવી પેન્શન યોજનામાં પગારના 10 ટકા રકમ સામે સરકાર 10 ટકા ઉમેરી કુલ રકમ એનપીએસ ફંડમાં જમા કરે છે. આ રકમ શેરબજાર તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે, પરિણામે નિવૃત્તિ સમયે મળવાપાત્ર રકમ નિશ્ચિત રહેતી નથી, અમુક ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાની આ રમત સરકારે બંધ કરવી જોઈએ.
At swissreplicarolexsubmariner.com the High-Quality rolex replica watches for the best price on fake watches.At aaaswisseta.com in Best AAA+ Quality High-End replicawatches with ETA movement.
Buy cheap perfect super clone roelx watches at best replica watches site. We offer 1:1 Swiss movement fake Cartier Santos, Tank, Ballon Bleu with low price.