- આરામ અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે
- કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે
- ખીલ, ખરજવું, સૉરાયિસસ અને અન્ય ચામડીના રોગોમાં કરશે મદદ
મડ થેરાપી એ કુદરતી, સલામત અને અસરકારક સારવાર પદ્ધતિ છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. પ્રાચીન સમયમાં આયુર્વેદ ચિકિત્સકો તેનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોના ઈલાજ માટે કરતા હતા. આને ‘મડ થેરાપી’ અથવા ‘પેલોથેરાપી’ તરીકે ઓળખવામાં આવે છે.
મડ થેરાપી શું છે?
મડ થેરાપી એ કુદરતી સારવાર પદ્ધતિ છે જેમાં શરીર પર કાદવ લગાવવામાં આવે છે. આ માટી ખનિજો, પોષક તત્ત્વો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. આ માટી ખૂબ જ સ્વચ્છ હોય છે. તેને સ્વચ્છ જમીનની અંદર 3 ફૂટથી બહાર કાઢવામાં આવે છે. પછી તેને સૂકવીને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે.
શું છે તેના ફાયદા
- માટીમાં રહેલા ખનિજો અને તત્ત્વો સોજો ઘટાડવામાં અને પીડાથી રાહત આપવામાં મદદ કરે છે. આર્થરાઈટિસ, સાંધાનો દુઃખાવો, માંસપેશીઓમાં દુઃખાવો અને કમરના દુઃખાવા જેવી સમસ્યાઓમાં તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- માટી ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે. ખીલ, ખરજવું, સૉરાયિસસ અને અન્ય ચામડીના રોગોમાં સુધારો કરે છે. તે ત્વચાને પોષણ આપે છે અને રક્ત પ્રવાહને પ્રોત્સાહન આપે છે, ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
- મડ થેરાપી શરીરને આરામ અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તે ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે અને ડિપ્રેશનના લક્ષણોને ઘટાડે છે.
- રક્ત પરિભ્રમણને વધારે છે, શરીરના તમામ ભાગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો પ્રદાન કરે છે.
- શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે, તેનાથી શરીરને ડિટોક્સિફાય કરી શકાય છે.
- પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
- રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેથી શરીર ચેપ સામે વધુ સારી રીતે લડી શકે છે.
કેવી રીતે અપાય છે
સૌ પહેલા એક મોટા વાસણમાં માટીની પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. નિષ્ણાતો દર્દીની પ્રકૃતિ અનુસાર આ પેસ્ટ તૈયાર કરે છે. પછી તે આખા શરીર પર એપ્લાય કરાય છે. ઈચ્છનીય છે કે તમે આ થેરાપી જાતે ન લેતા જાણકારો પાસે લો.