અગ્ર ગુજરાત, રાજકોટ
ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ એવી ખોડલધામ યુવા સમિતિ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. જ્યારે કુદરતી આફતો આવે ત્યારે હંમેશા માટે ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ નિઃસહાય લોકોના પડખે અડીખમ ઊભું રહે છે. ત્યારે ખોડલધામ યુવા સમિતિ- રાજકોટના હોદ્દેદારો દ્વારા જૂનાગઢના મધ્ય ગીર સ્થિત અરણ્ય વિલા ખાતે વન સ્વચ્છતા અભિયાન તથા વન શિબિરનું આયોજન કરાયું હતું. વન શિબિરનો ઉદ્દેશ્ય સમાજના યુવાનોને સેવાકીય પ્રવૃત્તિને મજબૂત બનાવવા તથા ગમ્મત સાથે નવા મંતવ્યોને પ્રસ્તુત કરી સમાજ ઉત્થાનથી લઈને રાષ્ટ્ર ઉન્નતના વિકાસને સાકાર કરવાના અર્થે આયોજિત કરવામાં આવી હતી. વન શિબિર અને વન સ્વચ્છતા અભિયાનમાં બહોળી સંખ્યામાં સમાજના યુવાનોએ જોડાઈને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે સાથે આસપાસના વિસ્તારના વન રસ્તા પર પડેલો કચરો ઉપાડી સ્વચ્છતા અભિયાનના ભગીની કાર્યમાં જોડાયા હતા.
આ શિબિરમાં અમરેલી, કેશોદ અને રાજકોટના હોદ્દેદારો જોડાયા હતા. આયોજનમાં કેવલ ફાચરા, દેવાંશુ નસીત, નિર્મલ શંખાવરા, દર્શન ભુવા, જેવિન ગામી, વત્સલ મુંગરા, દેવેન સખિયા, જીનેશ નસીત, પાર્થ રોકડ, મહેક ટાઢાણી, મોક્ષીલ સંખારવા, દર્શિત પાનસુરીયા, રીધમ ચોવટીયા, વલ્લભ પેઢડિયા, અજય કાછડીયા, હાર્દિક સોજીત્રા, શિવાંગ ભાલાળા, શ્યામ વણપરિયા, દર્શિલ ધોરાજીયા, સ્મિત શિંગાળા, કૌશિક ધડુક, વિપુલ પોંકિયા, જનક શેલડીયા, આકાશ કાનપરિયા, શિવરાજ હીરપરા, હાર્દિક સોરઠીયા, અંકિત ભુવા, જીલ લુણાગરિયા, અભિષેક રાખોલિયા, સતીશ ભંડેરી, ઘનશ્યામ હરસોડા, વનરાજ પટેલ, પ્રિન્સ ગજેરા, મયુર વસાણી, ભાર્ગવ સતાણી, દીપક જાગાણી, નિલેશ વોરાએ પ્રકૃતિ પ્રેમને પ્રગટ કરતા સમાજને નવીનતમ રાહ ચીંધી ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.