નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને લગતા કાર્યક્રમો અવિરત થતાં જ હોય છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને તેમના અંગત તેમજ પ્રોફેશનલ જીવનમાં સતત પ્રેરણા મળ્યા કરે છે. વિદ્યાર્થીઓનાં ઓવરઓલ ડેવેલોપમેંટની દરકાર સાથે સંસ્થાના પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયાસાહેબ સતત કાર્યશીલ રહે છે અને તે માટે નીતનવિન કાર્યક્ર્મોનું આયોજન કરતા રહે છે.
આ ઉત્તમ હેતુ સાથે આજરોજ ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ સંદર્ભે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં તમામ વિદ્યાર્થીઓ योग: कर्मेशु कौशलम् સૂત્રને સાર્થક કરતા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. આર્ટ ઓફ લિવિંગ માંથી અમિતભાઈ તેમજ યોગ અને પ્રાણાયામની તાલીમ લીધેલ તજજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવી જીવન જીવવાની પ્રાચીન ભારતની જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું. તંદુરસ્ત જીવન અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવ્યું.