રાજકોટ-સૌરાષ્ટ્રના સાંસદો પણ સૌરાષ્ટ્રના મુસાફરોની ટ્રેન સુવિધા માટે માત્ર રજુઆતો કરી હાથ જોડી બેસી જાય છે
રાજકોટ અને સૌરાષ્ટ્રના ટ્રેન મુસાફરોની કેટલીક સુવિધાઓ વધી છે. પરંતુ જે રીતે જાહેરાતો કરી નેતાઓ વાહ વાહી મેળવે છે તે રીતે સૌરાષ્ટ્રના ટ્રેન મુસાફરોની સુવિધામાં વધારો થતો નથી. વંદે ભારત એકસપ્રેસ ટ્રેન અને ઇન્ટરસીટીને સુરત સુધી લંબાવવાની જાહેરાત ખુદ રેલમંત્રી દર્શનાબેન જરદોશે કરી છે અને તેઓ ખુદ સુરતના છે. પરંતુ આ જાહેરાતો પોકળ સાબિત થઇ છે અને આ દિશામાં કોઇ પગલા લેવાયા નથી. તેટલુ જ નહી ઇન્ટરસીટી ટ્રેન તો કોરોના પહેલા સુરત સુધી લંબાવવાની વાત હતી. તે ટ્રેન આજની તારીખે લંબાવાય નથી. રાજકોટ અને સૌરાષ્ટ્રના સાંસદો પણ લોકો પાસે મત મેળવી લીધા પછી તેમની સેવામાં ઉણા ઉતરે છે. કયારેક રજુઆતો કરે છે પરંતુ તે રજુઆતોનું ફોલોઅપ લેતા નથી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રને લાંબા અંતરની ટ્રેનો આપવા માટેની જાહેરાત રેલવે ના રાજય મંત્રી દર્શના જરદોશે વંદે ભારત તથા ઓખા વડોદરા ઈન્ટર સીટી ટ્રેન લબાવવાની જાહેરાત ટ્વીટર ઉપર કરી હતી પરંતુ આ જાહેરાત માત્ર કાગળ ઉપર કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે આમ કેન્દ્રના રેલવે રાજય મંત્રી તથા સંસદ સભ્ય માત્ર જાહેરાત કરવામાં શુરા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને ઝડપી ટ્રેનનો લાભ મળે તે હેતુથી અમદાવાદ રાજકોટ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. આવીજ રીતે કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવેલ ઓખા અમદાવાદ ઈન્ટરસિટી ટ્રેનને વડોદરા સુધી લંબાવવામાં આવી છે પરંતુ રેલવે રાજય મંત્રી દર્શના જરદોશે ટવીટર ઉપર એવી જાહેરાત કરી હતી કે વંદે ભારત તથા ઈનટર સીટી ટ્રેન સુરત સુધી લંબાવવામાં આવશે પરંતુ આજે એક મહિના કરતા વધુ સમય થઈ ગયો હોવા છતા પણ લંબાવવામાં આવી નથી આમ ભાજપના સાંસદો તથા રેલવે રાજય મંત્રી માત્ર પ્રસિધ્ધ મેળવવા માટે માત્ર જાહેરાત કરવામાં આવે છે પરંતુ ટ્રેન લંબાવી શકતા નથી.