આ જંગ ગુજરાતી અને ગુજરાત વિરોધી હોવાનો પણ અંતિમ તબકકમાં સંકેત
૭મી મેએ ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબકકાનું મતદાન થનાર છે. હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન માતૃભૂમિ ગુજરાતમાં પ્રચાર માટે પરસેવો પાડી રહયા છે. બુધવારે હિંમતનગર અને ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. આજે ગુરુવારે ગુજરાત સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ચાર સભા સંબોધવાના છે. જેમાં સવારે દસ કલાકે વલ્લભ વિદ્યાનગર,બપોરે બાર વાગ્યે સુરેન્દ્રનગર, બપોરે સવા બે વાગ્યે જૂનાગઢ અને બપોરે સવા ચાર વાગ્યે જામનગર ખાતે વડાપ્રધાન મોદીની જાહેરસભાનું આયોજન થયુ છે.
હિંમતનગરમાં વડાપ્રધાને વિપક્ષો દ્વારા થતાં રાષ્ટ્રિય સ્તરના બે મહત્વના આક્ષેપો ઉપરથી શંકાના વાદળો હટાવી દીધા છે. પી.એમ.મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહયુ હતું કે મોદી સરકાર ચૂંટાશે તો સંવિધાન કે અનામતમાં કોઇ ફેરફાર નહિ થાય. આ પૂર્વે ઇન્ડિયા ગઠબંધને વડાપ્રધાન મોદી ઉપર સીધા આક્ષેપો કરતાં કહયુ હતું કે મોદી ચૂંટાશે તો દેશમાં બંધારણ ખતરામાં છે. અનામત નીતિમાં ફેરફાર આવશે. પરંતુ વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં આ આક્ષેપોને ન માત્ર ફગાવી દીધા છે. પરંતુ તેમણે મોદી ગેરેન્ટી આપી છે. આથી આ મુદો હવે અહીં પૂર્ણ થઇ જવો જોઇએ. આમ પણ ત્રીજા તબકકાના મતદાનને આડે હવે વધુ દિવસો નહી.
દેશભરમાં હાલની ચૂંટણીને મુદાવિહીન ચૂંટણી કહેવાય છે. ઘણા મુદા આવે છે પરંતુ કોઇ પણ મુદો સ્થાયી નથી રહેતો. તડકી છાંયડી જેવુ છે. આમ છતાં પડદા પાછળ વધુ અંડર કરન્ટ ધરાવતાં કેટલાક મુદાઓમાં મોદી વિરોધીઓના એજન્ડા અને મોદી સરકારની તરફેણના મુદાઓ ઉપર ધ્યાન આપવું પડે.
મોદી વિરોધી મુદાઓમાં વડાપ્રધાન જયારે ગુજરાતમાં છે ત્યારે જેનો અછડતો ઉલ્લેખ થયો છે એ સમગ્ર દેશમાં ગુજરાત વિરોધી લોબી,સોશિયલ મિડિયાના બ્લોગરો,યુ-ટયુબરો અને ઓપિનિયન મેકરોએ આ મુદો નેરેટિવ બનાવ્યો છે. કયારેક તેઓ મોદી અને ગડકરીને આમન સામને મૂકે છે. તેમના નિવેદનો તોડી મરોડી અને બન્નેન આમને સામને કરે છે. કયારેક મરાઠા માનુસની વાત કરી મોદી – અમીત શાહની ગુજરાતની જોડી ઉપર તીર તાંકે છે. ઇન્ડિયા ગઠબંધને દેખાવ માત્રની એકતા રાખી છે. પોત પોતાના વિસ્તારોમાં કોઇએ વિશેષ સમજુતી કરી નથી.
આવા સંજોગોમા મોદી સરકાર પાસે દસ વર્ષની ઉપલબ્ધી છે. મોદી સરકારે રોડ,રસ્તા,બ્રીન,ટ્રેન,ટનલ,ફોરેન રિઝર્વ, વૈશ્વિક શાખ સહિત અનેક મોરચે મેળવેલી સિધ્ધીઓને દર્શાવી છે. સૌથી મોટી બાબત એ છે કે, વડાપ્રધાને હિંમતનગરની સભામાં કહયુ હતું કે ભારત વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનીને રહેશે. કોંગ્રેસ ઇકોનોમી બાબતે ગલત માહિતી ફેલાવી રહી હોવાનું તેમણે જણાવ્યુ હતું. તાજેતરમાં જ જાહેર થયેલ જીએસટીનું બે લાખ કરોડથી વધુનું કલેકશન ઇકનોમીનો ગ્રોથ બતાવે છે. આવા સંજોગોમાં રામમંદિર,ગુજરાતના વિકાસ અને મોદી સરકારના દસ વર્ષના શાસમાં ગુજરાતને અનેક વિકાસ પ્રોજેકટ અને કેન્દ્રિય નેતૃત્વ મળ્યુ છે તેનો સ્વીકાર થશ. ભાજપને ગત ચૂંટણીમાં ર૬માંથી ર૬ બેઠક મળી હતી. આ વખતે પણ પૂનરાવર્તનો ભાજપનો આત્મવિશ્વાસ બુલંદ છે.