રાષ્ટ્રધ્વજને જમીનને અડાડીને રાખી વાતોમાં વ્યસ્ત ભાજપ આગેવાન જયંતીલાલ જેરાજ
છેલ્લા ત્રણ વર્ષથી દેશની આન-બાન અને શાન એવા તિરંગાનું ખુલ્લેઆમ અપમાન થઇ રહ્યું છે ત્યારે આઇ.એસ., આઇ.પી.એસ. દરજ્જાના અધિકારીઓ પણ મૌન સેવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. અંગૂઠા છાપ નેતાઓની નીચે ભણેલ ગણેલ અધિકારીઓ આજે દબાઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. ખરેખર માતા-પિતાએ કે કોઈ બાળકે જોયેલા સપના આઈએએસ કે આઈપીએસ બન્યા બાદ દેશની સેવા કરવાના હોય છે. દેશના તિરંગાની આન-બાન શાન જાળવવા પોતાનું જીવન કુરબાન કરી દેવાના શપથો લીધા હોય છે ત્યારે અંગૂઠા છાપ નેતાઓની નીચે કામ કરીને કે કંઈક મેળવવાની આશાએ જીજુરી કરીને તમામ સપથો ને ભૂલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તારીખ 9 ઓગસ્ટથી લઈને 15 મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી ખાતે તારીખ 12 ઓગસ્ટના રોજ સાંજના ૫:૩૦ વાગ્યાના સમયે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવેલ જેના ભાગરૂપે તિરંગા યાત્રા રૂટ ઉપર મન ફાવે એમ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું. મન મરજી મુજબ આડા, ત્રાસ અને ફરકી ના શકે તેવી હાલતમાં તિરંગાઓ લગાવવામાં આવ્યા હતા દુખ તો એ વાતનું છે કે તિરંગાની આન- બાન-શાન ની જવાબદારી જે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસે રહેલી છે તેઓ પણ ત્યાંથી મૌન સ્વરૂપે પસાર થઈ આ ઘટનાને નજર અંદાજ કરવામાં આવી. જ્યારે બીજી તરફ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા ની એકદમ નજીક માત્ર ત્રણ ફૂટના અંતરે જ રાષ્ટ્રનો ધ્વજ તિરંગો જમીનને અડકીને રાખવામાં આવ્યો હતો તેમ છતાં બંને અધિકારીઓએ કોઈપણ જાતના એક્સનો લીધા નહીં. ખરેખર જોઈએ તો આ તિરંગા નું અપમાન કહેવાય કેમકે ફ્લેગ કોડ ની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે તિરંગો ના તો જમીન ઉપર અડકો જોઈએ કે ના તો પાણીમાં તરતો હોવો જોઈએ. તેમ છતાં આ બંને અધિકારીઓ સમક્ષ ઘણા બધા નેતાઓની સામે જ તિરંગો જમીન ઉપર અડકેલો હતો.
આ બંને ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે આ મહોત્સવમાં ફક્ત અને ફક્ત સરકારને વ્હાલા લાગવા માટે ફ્લેગ કોર્ટના ઉલ્લંઘન ને નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે. તિરંગાનિ શાન માટે હજારો સૈનિકોએ તેમજ ભારતના સુપુત્રોએ પોતાના જીવ નીછાવર કર્યા છે ત્યારે આ નગટા નેતાઓ અને અધિકારીઓ તિરંગા નુ સન્માનની જગ્યાએ અપમાન થતું હોય તો પણ મૌન હોય છે. મોટાભાગના અંગૂઠાછાપ નેતાઓ ને ફ્લેગ કોડ ના નિયમોનું જરા પણ જ્ઞાન નથી હોતું. તેની નજરે તો જેમ તેની પાર્ટીનો ઝંડો છે તેમ જ તિરંગો છે. જે રીતના પાર્ટીના ઝંડાને મન ફાવે તેમ ફરકાવે છે કે લટકાવે છે તે જ રીતે હવે આ અંગૂઠા છાપ નેતાઓએ તિરંગા ની હાલત કરી નાખી છે. છેલ્લા ત્રણ વર્ષની અંદર જેટલું તિરંગા નું અપમાન થયું છે તેટલું તો કદાચ ગયા 75 વર્ષમાં પણ નહીં થયું હોય.