મોદી-શાહની પોલિટિકસની નવી રૂલ બુક પર્ફોર્મન્સ પ્રિવેઇલ ઉપર કામ કરે છે
આ વખતે ભાજપે ૧૦૦ સાંસદોન ટિકિટ કાપી છે : ર૦૧૯માં ૧૧૯ સાંસદોની ટિકિટ કાપી હતી
રાજકિય કારકિર્દી લાંબી ન રહેવાની દહેશતમા રન વધુ બનાવવા ભ્રષ્ટાચાર પણ વધુ થાય છે
ભારતિય જનતા પાર્ટીએ લોકસભાની ર૦ર૪ની ચૂંટણીમાં ૧૦૦થી વધુ સાંસદોની ટિકિટ કાપી છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ૧૧૯ સાંસદોને ટિકિટ માટે રિપિટ નહોતાં કરાયા. મતલબ કે પ૦ ટકા સાંસદોની કારકિર્દી ઝડપથી પુરી થઇ ગઇ. જેમ ટી ટવેન્ટી મેચમાં ખેલાડીને ઝડપથી રન બનાવવાના અને આઉટ થઇ જવાનો વણકહયો નિયમ હોય છે તેવુ જ ફોર્મેટ ઇન્ડિયન પોલિટિકસમાં ઇન થઇ ગયુ છે. એક સમય હતો કે ભારતન જનતા વરસો સુધી દિગ્ગજ નેતાઓન સતા ઉપર અને રાજકારણના મુખ્ય સ્થાનો ઉપર ચમકતા જોઇ રહે. દા.ત. જવાહરલાલ નહેરુ, ઇન્દીરા ગાંધી, અટલબિહારી વાજપેયી, એલ.કે. અડવાણી,એન.ડી. તિવારી,શરદ પવાર, રાહુલ ગાંધી , ડો.મનમહોનસિંહ,પ્રણવ મુખર્જી, જેમણે આજીવન રાજકારણમાં મહત્વના સ્થાનો શોભાવ્યા. ચૌધરી ચરણસિંહ,બાબુ જગજીવરામ,લાલુ પ્રસાદ યાદવ,મુલાયમસિંહ વગેરેના નામ પણ આમાં ઉમેરી શકાય.
પરંતુ ઇન્ડિયન પોલિટિકસનો નવો એરા આવ્યો છે એ મોદી-શાહનો એરા છે. યુગ છે. જેમાં પર્ફોર્મનસ પ્રિવેઇલ એક માત્ર ધ્રુવ વાકય છે. જે વિનેબીલીટી અને વિકાસની દોટમાં ટકી શકે એક જ ખેલાડીને ટી –ટવેન્ટી ફોર્મેટમાં સ્થાન છે.
ર૦ર૪ની ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટીએ કેટલાંક દિગગ્જ નેતાઓને પડતાં મૂકી દીધા. જેમાં મેનકા ગાંધી અને વરૂણ ગાંધીનો સમાવેશ થાય છે. જો તમે પાર્ટીને તમારા ક્ષેત્રમાં વિજય નથી અપાવી શકતા તો ક્રિકેટ મેચની માફક ટીમમાંથી આઉટ થઇ જઇ શકો છો. તમારી પાછળ ગાંધી સરનેમ લાગવાથી તમને પક્ષ શરમ ભરશે એવું હવે શકય નથી.
તેની સામે જો તમે લોકપ્રિય હો અને તમારી પાસે વિનેબિલીટી હશે તો તમે કોઇ પણ પક્ષમાં હશો તમારું રાજકારણ જીવંત રહેશે. દા.ત. નીતિશકુમાર. ભારતિય જનતા પાર્ટીમાંથી છુટ્ટા પડેલાં નીતિશકુમાર સિવાય ભાજપનો રથ બિહારમાં દોડી શકે તેમ ન હોવાથ લોકસભાની ચૂંટણી પૂર્વે જ નીતિશ કુમારને એન.ડી.એમાં લઇ લેવાયા. મહારાષ્ટ્રમા પણ શરદ પવાર અને ઉધ્ધવની તાકાત તોડવા માટે શીંદે અને અજીત પવારનું ઓપરેશન પાર પાડવામાં આવ્યુ. આવુ જ અન્ય રાજયોમાં થયુ. તમે સુશીલ કુમાર મોદી હોવાથી નરેન્દ્ર મોદી તમને આગળ લઇને જ બિહારમાં આગળ વધશે એવુ માનવાની જરૂર નથી. પાર્ટીને માત્ર મોટા નેતાની જરૂર નથી. મોદી-શાહની પોલિટિકસની રુલ બુક ૪૦૦ પારના આંકડા માટે રાજયોની લોકસભાની બેઠકમાં અંકે થઇ શકે તેવી અને અંકે કરવાની જરૂર છે એવી બેઠકોનું લીસ્ટ હોય છે. આ દરેક બેઠકોનું પ્લાનીંગ થાય છે ત્યારે હાલની સ્થીતિ શું છે અને શું કરવાથી સો ટકા પરિણામ તેમની તરફેણમાં આવશે મતલબ કે આ બેઠક ઉપર કમળ અથવા એનડીએનો ઉમેદવાર જીતશે એ જ ગણતરીમાં લેવાય છે. આસામમાં હેમંત બિશ્વા શરમા હોય કે સાઉથમાં તેજસ્વી યાદવ હોય. ભાજપ વીનીંગ કોમ્બીનેશનમા શોર્ટ ટર્મ,મીડ ટર્મ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરશે. જો કે ચૂંટણી સમયે તો ટી-ટવેન્ટી મેચ જ રમશે.
ગુજરાત વિધાન સભાની પાંચ બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના આયાતી ઉમેદવાર મૂકવા પાછળ પણ ટી-ટવેન્ટી ફોર્મયુલા છે. આ બેઠકોમાં વિધાનસભાની સાથે સાથે લોકસભાની ચૂંટણીનું મતદાન વધે અને કુલ ટકાવારીમાં ભાજપનો વોટશેર વધે એ ગણીત છે.
ગુજરાતમાં ભાજપ ભલે તમામ ર૬ બેઠક ઉપર વિજય થતું.પરંતુ વોટશેર બાબતમાં ગુજરાત પ્રથમ ક્રમે નથી. આવા અનેક માઇક્રો પેરામીટર્સ ઉપર ઇલેકશન સ્ટ્રેટેજી ઘડાય છે. મોદી-શાહે જેમ ક્રિકેટમા વરસો જુની પાંચ દિવસની નિરસ ટેસ્ટને બદલે ટી-ટવેન્ટીનું ફાસ્ટ એન્ટરટેઇનીંગ ક્રિકેટ પોપ્યુલર કર્યુ છે. એ જ રીતે ટી-ટવેન્ટી પોલિટિકસ અમલી બનાવ્યુ છે. ભારતિય પોલિટિકસની એક નવી રૂલ બુક અમલી બની શકી છે. ભવિષ્યમાં તેમને મોદી-શાહ એરા તરીકે ઓળખાશે.