મનપાના ગાર્બેજ સેન્ટરથી તળ, તળાવ બન્યા ‘ઝેરી’, ખેતીને મોટુ નેકસાન
રાજકોટ આખામાંથી નીકળતો કચરો શહેરની ભાગોળે અમદાવાદ રોડ પરના નાકરાવાડી ગામ પાસે મનપાએ બનાવેલા ગાર્બેજ સેન્ટરમાં ઠલવાય છે. હાલ અહીં કચરાના ગગનચુંબી તોતીંગ પહાડ ખડકાયેલા છે. તેમા વરસાદી પાણી પડતા આસપાસના ગામના હાલ-બેહાલ થયા છે. નાકરાવાડી સહિત આસપાસના સાતથી આઠ ગામના તળ, નદી, કુવા, બોર દુષિત થઇ ગયા છે. ખેતરોમાં ઝેરી અને કેમીકલયુક્ત પ્રદુષણ ફરી વળતા ખેતીને મોટુ નુકસાન થયુ છે. બે દિવસ પહેલા નાકરાવાડી સહિત સાતથી આઠ ગામના આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કચરા ભરેલા મનપાના ટેન્કરને નાકરાવાડીમાં આવતા અટકાવી નાકાબંધી કરી નાખવામા આવી હતી. જેના પગલે ડેપ્યુટી મ્યુનિ.કમિશનર હર્ષદ પટેલને સ્થળ પર દોડી આવવુ પડ્યુ હતુ મ્યુનિ.કમિશનર અને ગ્રામજનો વચ્ચે મિટિંગ ગોઠવી સમસ્યાનો વ્યવહારુ ઉકેલ લઇ આવવા ખાતરી આપી હતી. જેના પગલે આજે મનપા કચેરીમાં ગ્રામજનો અને કમિશનર વચ્ચે મેરેથોન મીટીંગ ચાલી હતી. તળ કેવા દુષિત થઇ ગયા છે તે દેખાડવા માટે ગ્રામજનો ડંકી અને તળાવનું ગંદુ પાણી બોટલમાં ભરીને આવ્યા હતા.
કમિશનર સમક્ષ થઇ આ રજૂઆત
- લાખો ટન ખુલ્લા કચરા માંથી અવારનવાર નીકળતા ગંદા પાણી (લીચેટ) ને સત્વરે કાયમી ધોરણે બંધ કરી આસપાસના જળાશયો- કુવા-નદી-નાળાને ફરી મુળ સ્થિતિમાં કરવા જેથી ગ્રામજનોને પીવા અને વાપરવાની સમસ્યા ન રહે તેમજ સદરહું સમસ્યા ભવિષ્યમાં ન ઉદભવે તે માટેની કાયમી વ્યવસ્થાઓ ઉભી કરી પંચાયતને જાણ કરવી.
- આસપાસના ગ્રામજનો ગભીર બિમારીનો ભોગ ન બને તે માટે થઈ તાત્કાલિક ધોરણે આસપાસના ગામોમાં કાયમી ધોરણે મેડીકલ વાન /દવાખાનું શરુ કરવાની કામગીરી કરવામાં આવે.
- સરકાર દ્વારા આરોગ્ય અને પર્યાવરણની જાળવણી રાખવાની શરતે જ જમીન ફાળવવામાં આવેલ છે ત્યારે તે બાબતને ગંભીરતા પુર્વક ધ્યાને લેવી તેમજ અન્ય જે શરતોને આધીન જમીન ફાળવવામાં આવેલ છે તે તમામ શરતોનું ચુસ્ત પાલન કરવામાં આવે તેમજ નાકરાવાડી ગ્રામ પંચાયતનો બાકી વશે ::1,27,35,279.60 (અંકે રુપિયા એક કરોડ સત્યાવી લાખ પાત્રી હજાર બસો ઓગણાએસી અને સાઇઠ પૈસા) સત્વરે ભરપાઈ કરવો જેથી ગામનો વિકાસ થઈ શકે.
- નાકરાવાડી ગામ રાજકોટ શહેરના કચરા (દુષણ) ને સાચવી રહ્યું છે અને જેને લઈ ગ્રામજનોનું જીવન નર્કાગાર બન્યુ છે અને મંદવાડ અને રોજગારીથી વંચિત બન્યા છે ત્યારે નાકરાવાડી અને તેની આસપાસના ગામોની સ્થિતિ ને સુધારવા અને ગ્રામજનોના જીવન ધોરણને ઉંચુ લાવવા આસપાસના વિસ્તારમાં વિકાસ લક્ષી યોજના મુકી રોજગારીની તકો ઉભી કરી સ્થિતિને સામાન્ય કરવાની કામગીરી કરવી.
- ખુલ્લામાં પડેલ કચરાથી આસપાસના ખેતરોમાં નિયમિત કચરો ઉડીને આવી રહ્યો છે જેને લઈ ખેડુતોના પાકને પારવાર નુકશાન થઈ રહ્યું છે અને જમીન બિસ્માર બની રહી છે જેથી સદરહુ સમસ્યાના કાયમી નિકાલ અંગે કાર્યવાહી કરવામાં આવે
- ખુલ્લામા પડેલ કચરાને લઈ આસપાસના વિસ્તારોમાં ફેલાતા જળ-જમીન અને વાયુ પ્રદુષણને કાયમી ધોરણે અટકાવવા તેમજ તમામ ગામોમા કાયમી માખી-મચ્છરનો અતિ ઉપદ્રવ રહેતો હોય તેમજ દુર્ગંધ ફેલાતી હોય તે અંગે સત્વરે ઉપાયાત્મક કામગીરી કરવી.
- જ્યારે જ્યારે કચરાને સળગાવવામા આવે છે ત્યારે તેને લઈ હવા પ્રદુષણ બેફામ ઉદૂવે છે જ્યારે શિયાળામાં ખુલ્લા કચરાની દુર્ગંધ દુર દુર સુધી ગામોમાં આવે છે જેને લઈ આરોગ્યની ગંભીર સમસ્યાઓ ઉદવી રહી છે જેને કાયમી ધોરણે અટકાવવી.
- ગ્રામ્યના રસ્તામાં ઓવર લોડ અને બેફામ ગતી અને ખુલ્લા ચાલતા ડમ્પરોને લઈ રસ્તો બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે પેવર/ડામર કરવા યોગ્ય કરવાની કાર્યવાહી કરવી.
- ઓવર લોડ અને ખુલ્લા ચાલતા ડમ્પરોને લઈ રસ્તા પર નિયમિત કચરો ઉડતો રહે છે તેમજ ગામમાં અત્યંત દુર્ગંધ કરે છે એટલે કચરો કોઇ પણ સંજોગોમાં રસ્તા પર ખાલી કરવામાં ન આવે અને દરેક ડમ્પર યોગ્ય રીતે બંધ કરી ને જ સાઈટ સુધી મોકલવામાં આવે અને કોઇ પણ સંજોગોમાં ઘનકચરા સાઈટ સિવાય કચરાને ખાલી કરવામાં ન આવે.
- ઘનકચરા નિકાલ સાઇટ ખાતે ચાલતા કામોમાં આસપાસના ગ્રામજનોને તેના જીવન નિર્વાહ માટે તેની યોગ્યતા મુજબ રોજગારી મળી રહે તે માટે ગ્રામજનોને કામોમાં અગ્રતા આપવા વિનંતિ
- ઘન કચરના પ્રોસેસીંગની કામગીરી સંપુર્ણ પણે બંધ હોય જેને લઈ આસપાસના તમામ ગામોનુ વાતાવરણ અતિ દુષિત બન્યુ છે જેથી પ્રોસેસીંગની કામગીરી વિના વિલંબે શરુ કરાવવાની કાર્યવાહી કરવી તેમજ જ કામગીરી શરુ કરવામાં આવનાર છે તે કઈ પ્રકારની કામગીરી થવામાં આવનાર છે એટલે કે કચરા માંથી વિજળી ઉત્પન્ન કરવાનુ શરુ કરવાને લઈ આસપાસના વિસ્તારને કેટલી ગંભીર અશરો ભવિષ્યમાં થઇ શકે છે તેની ખરી અને વાસ્તવિક સ્થિતિ અને તેના ભવિષ્યમા આવનાર પરીણામો અંગે ગ્રામજનોને પુરી માહિતિ પુરી પાડવામાં આવે
- આસપાસના ગામોના વિકાસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમિત રીતે યોગ્ય ભંડોળ આપવામાં આવે વિકલ્પે કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાવવામાં આવતી પેનલ્ટીની રકમ ગ્રામના વિકાસમાં ફાળવવામા આવે.
- હાલમા સ્થાનિકે ઘનકચરા નિકાલ સાઈટ ખાતે સંડાસ બાથરુમની કોઈ વ્યવસ્થા ન હોય ખાનગી એજન્સીના કામદારો આસપાસના ખેતરોમાં પેશાબ અને સંડાસ કરતા હોય આસપાસના વાતાવરણને દુષિત કરી ગ્રામજનો સાથે બિનજરુરી સંધર્ષ વધારી રહ્યા છે જેને સત્વરે અટકાવવા.
- હાલ ઉપલ્લબ ખુલ્લી જગ્યામાં હાલના અને ભવિષ્યના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામા આવનાર છે તેની માહિતિ પુરી પાડવામાં આવે અને ગ્રામજનોના પ્રતિનિધિના સમુહને સાથે રાખી આસપાસના ગ્રામજનો માટે ખુલ્લી જગ્યામાં ગાર્ડન -બાલ ક્રિડાંગણ અને રમત ગમતના મેદાન કરવાની કામગીરી કરવામાં આવે.
- નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ અને ઘનકચરા વ્યવસ્થાપનના કાયદાનું ચુસ્ત પાલન કરવામાં આવે અને પર્યાવરણીય કાયદા અને ગ્રામજનોના બંધારણીય હક્કોનું હનન ન થાય તેની તકેદારી રાખવામાં આવે,
- રાજકોટ મહાનગરપાલિકા અને ગ્રામજનોના સમુહની સ્વતંત્ર સમિતિ બનાવી તેની નિયમિત મિટીંગનું આયોગજન કરી કામગીરીને વેગ આપીએ અને કામગીરી પર દેખરેખ રાખવાના પ્રયાસો કરીએ.