અયોધ્યાની બાબરી મસ્જિદની પહેલી ઈંટ પાકિસ્તાની સેના મૂકશે…’, પહેલા પહેલગામ હુમલો, હવે પાકિસ્તાની સાંસદે ઝેર ઓક્યું. બિલાવર ભુટ્ટોના પક્ષની સાંસદ પલવશા મોહમ્મદ જઇ ખાને ભારત માટે નાપાક શબ્દો કહ્યા છે. તેણે કહ્યુ છે કે, અયોધ્યાની બાબરી મસ્જિદની પ્રથમ ઇંટ પાકિસ્તાની સેના મુકશે. પાકિસ્તાની સાંસદે ભારતને ધમકી આપી છે. અને પલવાશાએ પાકિસ્તાન સંસદમાં વધુમાં કહ્યું, ‘જો ભારત પાકિસ્તાન પર હુમલો કરવાનો પ્રયાસ કરશે. તો દિલ્હીના લાલ કિલ્લાનું મેદાન લોહીથી રંગાઈ જશે.’
પલવાશાએ બાબરી મસ્જિદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું
પાકિસ્તાને ફરી ભારત માટે ઝેર ઓક્યુ છે. બિલાવલ ભુટ્ટોની પાર્ટીના એક મહિલા સાંસદે પાકિસ્તાની સંસદમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના વિપક્ષી પક્ષ પીપીપીના સાંસદ પલવાશા મોહમ્મદ ઝાઈ ખાને પાકિસ્તાન સંસદમાં કહ્યું કે અયોધ્યામાં બાબરી મસ્જિદની પહેલી ઈંટ પાકિસ્તાની સેના દ્વારા નાખવામાં આવશે. પાકિસ્તાન સેનેટમાં બિલાવલ ભુટ્ટોની પાર્ટીના સંસદ સભ્ય પલવાશા ઝાઈ ખાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું અને કહ્યું, ‘એ દિવસ દૂર નથી જ્યારે પિંડીનો એક સૈનિક બાબરી મસ્જિદના પાયાની પહેલી ઈંટ નાખશે અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ત્યાં પહેલી અઝાન આપશે.’ અમે બંગડીઓ પહેરી નથી. પલવાશા અહીં જ અટકતી નથી, તે ભારતને ધમકી પણ આપે છે. તેણી કહે છે કે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં, ભારતીય શીખ સૈનિકો પાકિસ્તાન સામે લડશે નહીં.
પલવાશાએ ભારતને ધમકી આપી
પલવાશાએ પાકિસ્તાન સંસદમાં વધુમાં કહ્યું, ‘જો ભારત પાકિસ્તાન પર હુમલો કરવાનો પ્રયાસ કરશે. તો દિલ્હીના લાલ કિલ્લાનું મેદાન લોહીથી રંગાઈ જશે.’ જો કોઈ પાકિસ્તાન તરફ ખરાબ નજર નાખશે તો તેની આંખો કાઢી નાખવામાં આવશે. ભારતીય સેના વિભાજિત છે. કોઈ પણ ભારતીય શીખ સૈનિક… પાકિસ્તાન સામે લડશે નહીં કારણ કે આ ગુરુ નાનકની ભૂમિ છે.’ પલવાશાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર પાકિસ્તાન ભારતના સંભવિત હુમલાથી ગભરાયેલું છે.
બિલાવલે પણ ઝેર ઓક્યું
હકીકતમાં, પલવાશા પહેલા પણ, પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહના ઘણા સેનેટરોએ ભારત સામે ધમકીઓ આપી છે. અગાઉ બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, ‘સિંધુ આપણું છે, કાં તો આપણું પાણી તેમાં વહેશે અથવા ભારતીયોનું લોહી.’ પાકિસ્તાન તરફથી આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે.