જ્યાં દેશમાં IPL ધૂમ મચાવી રહી છે. દરમિયાન, પાડોશી દેશ પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ પૂરજોશમાં ચાલી રહી છે. પીએસએલ 2025 ની ફક્ત 15 મેચ જ થઈ છે અને ટુર્નામેન્ટની વચ્ચેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
કરાચી કિંગ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમનો અનુભવી ફાસ્ટ બોલર એડમ મિલ્ને બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘૂંટણની ઈજાથી પીડાતા તેને આ નિર્ણય લીધો છે.
કરાચી કિંગ્સનો ખેલાડી થયો બહાર
એડમ મિલ્ને પીએસએલ 2025 માં કરાચી કિંગ્સ ટીમનો ભાગ હતો. મીડિયા રિપોર્ટ મુજબ એડમ મિલ્ને લાહોર કલંદર્સ સામે રમાયેલી મેચ દરમિયાન ઘાયલ થયો હતો. જેના કારણે તેને PSLની 10મી સીઝનમાંથી બહાર રહેવું પડ્યું.
ટુર્નામેન્ટમાંથી બહાર થયા પહેલા તેને કરાચી માટે કુલ બે મેચ રમી હતી. આ સમય દરમિયાન બધાની નજર તેની રિકવરી પ્રક્રિયા પર હતી. પરંતુ મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા પછી, મેનેજમેન્ટ આખરે એવા નિષ્કર્ષ પર આવ્યું કે તે ચાલુ સિઝનમાં વધુ ભાગ લઈ શકશે નહીં.
સ્ટાર પ્લેયરની જગ્યાએ આ ખેલાડીને મળી તક
હવે જ્યારે એડમ મિલ્ને PSL 2025 માંથી બહાર થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં, ફ્રેન્ચાઈઝીએ તેના સ્થાને પાકિસ્તાન અંડર-19 ટીમના કેપ્ટન સાદ બેગનો સમાવેશ કર્યો છે.
તમને જણાવી દઈએ કે સાદ બેગની ગણતરી હાલમાં પાકિસ્તાનના આશાસ્પદ બેટ્સમેનોમાં થાય છે. ડાબા હાથથી બેટિંગ કરવા સિવાય યુવાન બેગ વિકેટકીપિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરે છે.
PSL 2025 માટે કરાચી કિંગ્સ ટીમ
ડેવિડ વોર્નર (કેપ્ટન), અબ્બાસ આફ્રિદી, જેમ્સ વિન્સ, હસન અલી, ખુશદિલ શાહ, શાન મસૂદ, મોહમ્મદ ઈરફાન ખાન, આમિર જમાલ, અરાફાત મિન્હાસ, ટિમ સીફર્ટ, ઝાહિદ મહમૂદ, મીર હમઝા, ફવાદ અલી, રિયાઝુલ્લાહ, ઓમેર બિન યુસુફ, કેન વિલિયમ્સન, મોહમ્મદ નબી, સાદ બેગ અને બેન મેકડરમોટ અને મિર્ઝા મામૂન.