મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ અચાનક પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં 26 લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે.
આ આતંકવાદી હુમલા બાદ ફેન કોડે પણ એક મોટું પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પહેલગામમાં બનેલી ઘટના બાદ, ફેનકોડ આજથી PSL 2025 નું સ્ટ્રીમિંગ બંધ કરશે.
ફેનકોડ દ્વારા થઈ રહ્યું હતું લાઈવ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ
હાલમાં પાકિસ્તાન સુપર લીગ 2025 મેચો ભારતમાં ફક્ત ફેનકોડ દ્વારા પ્રસારિત થઈ રહી છે. ડ્રીમ સ્પોર્ટ્સના ડિજિટલ પ્લેટફોર્મ ફેનકોડે પીએસએલ 2025 માટે ભારતમાં વિશિષ્ટ સ્ટ્રીમિંગ અધિકારો મેળવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સાથે પાર્ટનરશિપ કરી છે.
ફેનકોડે લીધો મોટો નિર્ણય
પાકિસ્તાન સુપર લીગની 10મી સીઝન 11 એપ્રિલે શરૂ થઈ હતી અને 23 એપ્રિલ સુધી ટુર્નામેન્ટની 13 મેચ રમાઈ હતી. ફેનકોડે આ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ 23 એપ્રિલ સુધી કર્યું હતું, પરંતુ કંપનીએ 24 એપ્રિલથી તેને તાત્કાલિક સ્થગિત કરી દીધું હતું. ફેનકોડે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું ન હતું, પરંતુ ફેનકોડે તેના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પરથી તમામ PSL મેચોના સ્ટ્રીમિંગ શેડ્યૂલને સંપૂર્ણપણે દૂર કરી દીધું છે. આનો અર્થ એ થયો કે હવે આ ટુર્નામેન્ટ ભારતમાં પ્રસારિત થશે નહીં.
સિરાજે વ્યક્ત કર્યું દુ:ખ
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પણ આ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેને સોશિયલ મીડિયા પર લખ્યું કે તેને હમણાં જ પહેલગામમાં થયેલા ભયાનક અને પીડાદાયક હુમલા વિશે વાંચ્યું છે. સિરાજે કહ્યું કે ધર્મના નામે નિર્દોષ લોકોની હત્યા કરવી એ મોટું પાપ છે. કોઈ પણ કારણ કે વિચાર આવા દુષ્ટ કૃત્યને યોગ્ય ઠેરવી શકે નહીં.
વિરાટ કોહલીએ પણ વ્યક્ત કર્યું દુઃખ
કોહલીએ પહેલગામ હુમલા અંગે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી. તેને લખ્યું છે કે ‘પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આ ભયાનક હુમલાથી હું ખૂબ જ દુઃખી છું.’ આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના. ભગવાન તેમના પરિવારોને શક્તિ અને શાંતિ આપે. આ ક્રૂર હુમલાના ગુનેગારોને સજા મળવી જ જોઈએ.