બિહારથી ઝારખંડ,ઝારખંડથી કેરળ પહોંચે છે પેપર લીક કાંડની કડીઓ
મેડિકલમાં પ્રવેશ ઇચ્છતા ર3 લાખ પરીક્ષાર્થીઓની પરીક્ષા અધ્ધરતાલ છે. નીટ-યુજી પેપર લીકની તપાસ થઇ રહી છે.સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સહિત ત્રણ ન્યાયધિશની ખંડપીઠનું પ્રાથમિક અવલોકન કહે છે કે નીટ –યુજીનું પેપર લીક થયુ છે. હવે તે પેપર કેટલા વ્યાપક પ્રમાણમાં વાઇરલ થયુ છે તેના પ્રભાવિત ક્ષેત્રનો પૂરો સર્ચ રિપોર્ટ આવે ત્યાર બાદ નકકી થશે. ત્યાર બાદ નીટ-યુજીની પુન: પરીક્ષા લેવા બાબતે નિર્ણય લેવાશે.
દરમિયાનમાં નીટ-યુજી પેપરલીકની તપાસ સી.બી.આઇ. કરી રહી છે. છેલ્લા અહેવાલ મુજબ બિહાર,ઝારખંડ અને કેરાલા વચ્ચે પેપર લીકનું કનેકશન નિકળી રહયુ છે. કેટલાક શખ્સોન પકડવામાં આવ્યા છે. જેમાં કોચીંગ સેન્ટરવાળાનો સમાવેશ થાય છે. ચોકકસ જ્ઞાતિના લોકો પકડાયા હોવાથી એવી પણ દહેશત છે કે આ મામલે પક્ષીય રાજકારણ થશે. જે ખુબ જ બિભત્સ પ્રયાસ હશે. કારણ કે સરકારને પાકિસ્તાન સાથે યુધ્ધ કરવાના મતદારોએ પાવર આપ્યા હોય ત્યારે કોઇના ઉપર દોષનો ટોપલો ઢોળી ધ્યાન ભટકાવવાના અને પોતાની નિષ્ફળતાના છુપાવવાના પ્રયાસ વાહિયાત રહેશે.
સી.બી.આઇ.ની તપાસમાં પેપર લીકની પ્રથમ કડી બિહારમાંથી નિકળી હતી. જયાંથી આગળ વધી તપાસ ઝારખંડ રાંચી પહોંચી હતી. જયાંથી હજારી બાગની ઓએસીસ પરંપુ સૌથી ચોંકાવનારી કડી કેરલમાં છે. કેરલની એક કોચીંગ સંસ્થાપરિણામો અખબારોમાં જાહેરાત આપી ચુકી છે. સો ટકા પરિણામ આપનારી આ સંસ્થા વિષે અગ્ર ગુજરાતમાં ગઇ કાલે પ્રાથમિક ઉલ્લેખ હતો. હવે આ સંસ્થા વિષે વધુ વિગતો મળી છે.
જે મુજબ ઝારખંડના હજારીબાગની ઓએસીસ સ્કુલના સંચાલક સહિત ત્રણ મુખ્ય સૂત્રધાર ઝડપાયા છે. વાત અહિંથી કેરાલા પહોંચે છે. પેપર લીક કાંડની તપાસ કેમ ચાલશે એ ખબર નથી. પરંતુ કેરાલાના યુનિવર્સલ કોચીંગ સેન્ટરની જાહેરાત આવી છે. જેમા તેમણે એવો દાવો કર્યો છે કે તેમના વિદ્યાર્થીઓએ નીટ ટોપર કરી છે. તેમણે ફોટો સાથે ટોપર લીસ્ટ આપ્યુ છે. સી.બી.આઇ.ના રડારમાં આ સંસ્થા આવી ગઇ હશે.
પરંતુ નીટ અને અન્ય પરીક્ષાઓ લીક થાય છે તેની આખી મોડસ ઓપરેન્ડી અને દુષણનું મૂળ સમજવા જેવુ છે. આ સમગ્ર પેપર લીકનું મૂળ ક્રિમિનલ રાજકારણીઓ,ક્રિમિનલ વચેટિયાઓ અને ક્રિમિનલ કોચીંગ ધંધાર્થીઓ છે. આ ત્રણયે વર્ગના ગૂનેગારોની ભૂખ પૈસો છે. તેમને સાથ મળે છે એનટીએ (નેશનલ ટેસ્ટીંગ એજન્સીઓ) કે અન્ય એકઝામિનેશન એજન્સીનો. આવી પરીક્ષામાંથી ટોપર થનારા તબીબો, આઇ.એ.એસ. કે આઇપીએસ પ્રજાની સેવામાં બંધારણિય પાવર સાથે આવે છે. બાદમાં તેમાંથી કેટલાક પૈસા બનાવવા કાયદાને મેનીપ્યુલેટ કરે છે. સમગ્ર વિષચક્ર આગળ ચાલે છે. જે આજે દેશ સાથે ગદારી કરે છે તે આવતી કાલે ગમે તે કરી શકશે.
દેશમાં યુવાનોના આપઘાત અને ખાસ કરીને એમબીબીએસ અને અન્ય સ્કીલ બેઝ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓના આપઘાતમાં મુખ્ય કારણ તેમને લેવલ પ્લેયીંગ ફિલ્ડ ન મળતું હોવાનું છે. આ કારણે પરિવાર,સમાજ અને સાથીઓના અપેક્ષાથી લદાયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ ડિપ્રેશન અને આપઘાતના માર્ગે વળે છે.
આથી પેપર લીક એ કોઇ છરી ચાકુ ચલાવવા જેવો નાનો ક્રાઇમ નથી. દેશની સ્કીલ બેઝ સિસ્ટમને ખતમ કરનારો ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. એટલું જ નહિ આ ક્રાઇમ થકી ગરીબો વધુ ગરીબ બને.તેજસ્વીતા હોવા છતાં ગરીબ મધ્યમવર્ગના સંતાનો ડોકટર કે આઇએએસ આઇપીએસ ન બની શકે એવી શકયતા છે.
આવી ગૂનાખોરીમાં સમાજની ઝીરો ટોલરન્સ નીતિ હોવી જોઇએ. નેતાની ઇમેજ નહિ નેતાને તેના પર્ફોમન્સ અને આવા પ્રશ્નોમાં તેમના પ્રો-એકટિવ એપ્રોચ થકી જ ઓળખવા જોઇએ. તેમને એ જ ન્યાયે તોલવા જોઇએ જે નજરે એ તમને તોલે છે.
થેંક યુ વાંચકો :કોઇ તો જાગે છે…
બિટવીન ધ લાઇન્સમાં વાંચકોની રસ,ઋચિ જળવાઇ રહે અને કોઇ એક ને એક વિષય વિષે લખી બાયસ ન થઇ જવાય એટલા માટે અત્યાર સુધી એવો નિયમ રાખ્યો છે કે મોટા ભાગે નવા વિષય અને નવી ઘટના વિષે લખવું. એક જ વિષયનું પૂનરાવર્તન ન કરવુ. પરંતુ નીટ પેપર લીકના આર્ટીકલ બાદ રાજકોટ અને સમગ્ર રાજયમાંથી ખુબ જ સારા પ્રતિભાવ મળ્યા.મારી એક ફરીયાદ રહી છે કે લોકો હવે અખબારો પણ મનોરંજન તરીકે વાંચે છે.સાંપ્રત સમશ્યાઓને વન ટાઇમ વિઝિટ જેવી ગણે છે. પરંતુ આ લેખ બાદ અહેસાસ થયો કે તમે ગંભીર ચિંતાના પ્રશ્નો ઉઠાવી શકો છો. સમાજમા કોઇ તો જાગે છે. જાણિતા તબીબનો ફોન આવ્યો. આવા વિષયે લખવા બદલ અભિનંદન આપ્યા.કોઇએ આર્ટિકલને સ્ટેટસમાં મૂકી મને જાણ કરી. નીડર લખવા બદલ સંખ્યાબંધ અભિનંદન આવ્યા. સમગ્ર પેપર લીક મામલો ખૂબ ગંભીર છે. બિટવીન ધ લાઇન્સમાં જે બાબત લખાય છે તે પૂરા અભ્યાસ અને આનુસંગીક પૂરાવાઓ,આધાર સાથે લખાય છે. મંગળવાર તારીખ ૯ જુલાઇના લેખમાં નીટનું ૧૦૦ ટકા પરિણામ આપનાર કોચીંગ કલાસનો ઉલ્લેખ હતો. તેની વધુ વિગત આજના લેખમાં આપી છે.