- ચીનમાં અનેક ધાર્મિક સંપ્રદાયો પર કરી રહ્યા છે ટાર્ગેટ
- ઝેંગઝોઉના જિનશુઇમાં ખ્રિસ્તી શાળામાં દરોડા
- શાળા સંચાલકોને 27,000 ડોલરથી વધુનો દંડ ફટકાર્યો
ચીનમાં માત્ર ઉઈગર મુસ્લિમો પર જ નહીં પરંતુ ખ્રિસ્તીઓ પર પણ અત્યાચાર વધી રહ્યા છે. સપ્ટેમ્બરના અંતમાં માનવાધિકાર કાર્યકરોને પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજોએ પુષ્ટિ કરી હતી કે હેનાન પ્રાંતના ઝેંગઝોઉના જિનશુઇ જિલ્લામાં ખ્રિસ્તી શાળા યાબો એકેડેમી પર દરોડા પાડવામાં આવ્યા હતા અને કામગીરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ચીનમાં અનેક ધાર્મિક સંપ્રાદયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. તેવામાં ચીનમાં ઉઈગર મુસ્લિમો પર જ નહીં પરંતુ ખ્રિસ્તીઓ પર પણ અત્યાચાર વધી રહ્યા છે. સપ્ટેમ્બરના અંતમાં માનવાધિકાર કાર્યકરોને પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજોએ પુષ્ટિ કરી હતી કે હેનાન પ્રાંતના ઝેંગઝોઉના જિનશુઇ જિલ્લામાં ખ્રિસ્તી શાળા યાબો એકેડેમી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે ચીન તંત્ર દ્વારા ખ્રિસ્તીઓની શાળાઓ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે શાળા સંચાલકોને 200,000 યુઆન અથવા 27,000 ડોલરથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ સાથે ઝેંગઝોઉ શહેરના જિનશુઇ જિલ્લાના વંશીય અને વહીવટી બાબતોના બ્યુરો દ્વારા જારી કરાયેલ “વહીવટી દંડની એડવાન્સ નોટિસ સ્પષ્ટ કરે છે કે દંડ 2017ના ધાર્મિક બાબતોના નિયમનની કલમ 70ના આધારે લાદવામાં આવ્યો છે. આર્ટિકલ 70, અન્ય બાબતોની સાથે, એવી જોગવાઈ કરે છે કે જ્યારે “ધાર્મિક શિક્ષણ અને તાલીમ અધિકૃતતા વિના હાથ ધરવામાં આવે છે, ત્યારે ધાર્મિક બાબતોનો વિભાગ, સંબંધિત વિભાગો સાથે મળીને, પ્રવૃત્તિઓને બંધ કરવાનો આદેશ આપશે અને 20,000 અને 200,000 યુઆન વચ્ચેનો દંડ” લાદી શકે છે. રૂ. 1,00,000 નો એકસાથે દંડ ફટકારવામાં આવ્યો છે.