કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થયાના 7 દિવસ બાદ વધુ એક પ્લેન ક્રેશ થયું છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, આ વિમાન દુર્ઘટના દક્ષિણ કોરિયામાં થઈ હતી, જેમાં 28 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. જેજુ એરલાઇન્સની ફ્લાઇટ-2216માં 181 લોકો હતા. અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે.
વિમાન બોઇંગ 737-800 હતું. દક્ષિણ કોરિયાની રેસ્ક્યુ ટીમે 2 લોકોને બચાવ્યા છે
બેંગકોકથી આવતી ફ્લાઈટ રવિવારે દક્ષિણ કોરિયાના જિયોલ્લા પ્રાંતના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે ક્રેશ થઈ ગઈ હતી. પ્લેન રનવે પરથી સરકી ગયું અને વાડ સાથે અથડાયું, જેના કારણે આગ લાગી. ફ્લાઇટમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. જે તસવીરો અને વીડિયો વાયરલ થયા છે તેમાં પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
વિમાન બોઇંગ 737-800 હતું. દક્ષિણ કોરિયાની રેસ્ક્યુ ટીમે 2 લોકોને બચાવ્યા છે. બાકીના મુસાફરોની શોધખોળ ચાલુ છે. દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે સરકારી એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે માર્ગદર્શિકા જારી કરી હતી
ધ ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે કહ્યું કે બચાવ માટે દરેક સંભવ પ્રયાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ-મોક પણ અકસ્માત સ્થળે પહોંચી રહ્યા છે.
યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. સાઉથ-વેસ્ટ કોસ્ટ એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ સવારે 9:07 વાગ્યે આ ઘટના બની હતી. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપી છે. 25 ડિસેમ્બરના રોજ, અઝરબૈજાન એરલાઇન્સનું જેટ કઝાકિસ્તાનના અક્તાઉ નજીક ક્રેશ થયું હતું, જેમાં સવાર 67 લોકોમાંથી 38 લોકો માર્યા ગયા હતા.