નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તેમજ અત્યાધુનિક મશીનરીથી સજ્જ પ્લાનેટ હેલ્થ કેરની બે શાખાઓ કાર્યરત છે.
ડો. પૂર્વી જાવીયા
ડો.એકતા પટેલ
ડો. પૂર્વી જાવીયા અને ડો.એકતા પટેલના માર્ગદર્શન હેઠળ 10 ડોકટરની ટીમ વૈજ્ઞાનિક પદ્ધતિથી પેશન્ટને સમજ આપી ખાસ પ્રોગ્રામ દ્વારા સારવાર આપે છે
વર્તમાન સમયની જીવન શૈલી અને ભોજનની ટેવ ના કારણે દરેક વ્યક્તિ ના જીવન ઉપર સ્વાસ્થ્ય ઉપર અસર કરી રહી છે. નાની ઉંમરમાં શરીરના દુખાવા હવે સામાન્ય બની રહ્યા છે ત્યારે ફિઝિયોથેરેપી લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.રાજકોટમાં પ્લાનેટ હેલ્થ કેર જેમાં ફિઝીયોથેરાપી, ફિટનેસ અને પેઈન મેનેજમેન્ટ માટે કામગીરી કરવામાં આવે છે. પ્લાનેટ હેલ્થ કેરમાં ડોક્ટર એકતા પટેલ અને ડોક્ટર પૂર્વી જાવીયા વિવિધ તકલીફો માટે સેવા આપી રહ્યા છે હાલ પ્લાનેટ હેલ્થ કેર ખૂબ જ અદ્યતન મશીનરી થી સજ્જ છે અને રાજકોટમાં બે જગ્યાએ બ્રાન્ચ ધરાવે છે.
ફિઝિયોથેરાપી એ મેડિકલની ખૂબ જ મહત્વની શાખા છે જેમાં દવા વગર ઈલાજ કરવામાં આવે છે.પ્લાનેટ હેલ્થ કેરમાં ન્યુરોલોજિકલ સારવારમાં બ્રેઈન સ્ટ્રોક,પેરેલીસિસ,પાર્કિન્સન,સેલેબ્રલ પાલ્સી,કરોડરજ્જુમાં થયેલ ઈજા,મગજના ઓપરેશન પછીની સારવાર ઉપરાંત સ્નાયુ તથા હાડકાના દુખાવાની સારવારમાં ગરદન, પીઠ, હાથ-પગ, કમર તથા સાંધાને લગતા દુઃખાવા,સાયટીકા – મણકામાંથી ગાદી ખસી જવી, ફ્રોઝન શો,જોઈન્ટ રીપ્લેસમેન્ટ પછીની કસરત,આર્થરાઈટીસ,સ્પોર્ટસ ઈન્જરી,વૃધ્ધાવસ્થાને લગતી શારીરિક કમજોરી માટેની વિવિધ કસરતો,લાંબા સમયના હોસ્પિટલાઈઝેશન પછીની સારવાર વગેરે સારવાર ઉપલબ્ધ છે. જે લોકો સર્જરીથી બચવા માંગતા હોય અને મેડિસિન થી થાકી ગયા હોય અથવા તો દવા ની ઓછી અસર થતી હોય ત્યારે આ સર્જરી ખૂબ જ ઉપયોગી છે અહીં અલ્ટ્રા મોડર્ન એડવાન્સ ટેકનોલોજી, માઇક્રો કરંટ લેઝર સહિત અને મોડર્ન ટેકનોલોજી વડે સારવાર કરવામાં આવે છે.
સાથે અહીં 10 નિષ્ણાંત ડોક્ટરોની ટીમ હાજર હોય છે. ડો.પૂર્વી જાવિયા, ડો. એકતા પટેલના માર્ગદર્શન હેઠળ ડો. કૃપા મોરી ડો. મોના સોરઠીયા,ડો.શ્રેયા મકવાણા, ડો. તેજલ ભારખડા, ડો. હેમાલી ગોહિલ સહિતની ટીમ સારવાર આપે છે. પ્લાનેટ હેલ્થ કેરની રાજકોટમાં બે બ્રાન્ચ છે જેમાં એક યુનિવર્સિટી રોડ,રોયલ પાર્ક શેરી નંબર 6 માં આવેલી છે તેમજ બીજી બ્રાન્ચ જેનો હમણાં જ પ્રારંભ થયો તે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક,યુનિટી પ્લસ બિલ્ડિંગમાં બીજા માળે અંબિકા ટાઉનશિપ ખાતે આવેલી છે જેમાં દરરોજ સવારે 8:00 થી 1:00 અને બપોરે 4:00 થી 8:00સારવાર આપવામાં આવે છે.
બાર વર્ષનો અનુભવ ધરાવતા ડો. પૂર્વી જાવીયા એ પ્લાનેટ હેલ્થ કેર સેન્ટર બાબત જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો ફિટનેસ બાબત જાગૃત છે, યોગ એક્સરસાઇઝ, ડાયટ વગેરે કરીને પોતાની જાતને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ ઘણી વખત સમજના અભાવે વજન ઘટી જાય છે પરંતુ બીજા અનેક પ્રશ્નો ઉભા થાય છે,જેથી અહીં અમે વૈજ્ઞાનિક પદ્ધતિથી શરીરમાં હાડકા નું પ્રમાણ કેવું છે મસલ્સ કેટલા છે ફેટનું પ્રમાણ કેટલું છે તે જાણીને એક્સરસાઇઝ પ્રોગ્રામ આપીએ છીએ આ ઉપરાંત કોઈ શરીરની કોઈ ચોક્કસ જગ્યા જેમકે પેટ અથવા તો કમરની ચરબી ઓછી કરવી હોય તો તે પ્રકારના પણ મશીન અહીં ઉપલબ્ધ છે કોઈપણ દવા આપ્યા વગર પેશન્ટને જાગૃત કરી તેને સમજણ આપીને અમે ખાસ એક્સરસાઇઝ પ્રોગ્રામ આપીએ છીએ જેના કારણે અમારી ટ્રીટમેન્ટનો સંપૂર્ણ ફાયદો તેને મળી રહે છે. ઘણી વખત ઉંમર થાય એટલે વૃદ્ધો દુખાવા ને સ્વીકારી લે છે પરંતુ શા માટે એ દુખાવા સાથે જીવન જીવવું ? અત્યારે દરેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે, સારવાર ઉપલબ્ધ છે તો પીડા રહીત સ્વસ્થ જીવન દરેક લોકોએ જીવવું જોઈએ.
પ્લાનેટ હેલ્થ કેર ની નવી બ્રાન્ચ એક મહિના પહેલા જ ખુલી છે ત્યારે 11 વર્ષનો અનુભવ ધરાવતા ડો.એકતા પટેલે આ બાબત માહિતી આપતા જણાવ્યું કે હાલ મહિલાઓને પીસીઓડી, પીસીઓએસ, થાઇરોઇડ,મેનોપોઝ,પ્રેગનેંસી પછીની તકલીફ હોય છે. આ ઉપરાંત યુવાનોને સતત કમ્પ્યુટર સામે બેસીને નાની ઉંમરમાં ગરદન કમરના દુખાવાનો થાય છે તો વૃદ્ધોને જોઈન્ટ મસ્ક્યુલર પેઇન ,ગોઠણનો ઘસારો વગેરે થાય છે આ બધા દુખાવા મૂળમાંથી મટાડી શકાય છે. આજે યુવા પેઢીનો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે ત્યારે આ દુખાવા સહજ થઈ ગયા છે. અહીં લેસર ડાયાથર્મિ, ઇન્ટરફેસેંસિય, કરંટ, અલ્ટ્રા સાઉન્ડ, ટેન્સ થેરેપી, વેક્સ બાથ,હોટ એન્ડ કોલ્ડ બાથ, ટ્રેડમિલ અને સાઇકલિંગ વગેરે સુવિધાઓ છે. એક સમયે જે દુખાવા 50 વર્ષ પછી જોવા મળતા એ દુખાવા અત્યારે 35 વર્ષમાં જ જોવા મળી રહ્યા છે ત્યારે જીવનશૈલી સુધારવા સાથે શારીરિક ફિઝિકલ વર્કઆઉટ સમજીને કરવામાં આવે તો જરૂર ફાયદો થાય છે. ઘણી વખત ડાયટિંગ અને એક્સરસાઇઝ થી વજન ઉતરી જાય છે પરંતુ મસલો જ થાય છે જેના કારણે દુખાવા વિટામિન્સની કમી થાય છે અને ઘણી વખત વજન ફરી વધી જાય છે ત્યારે નિરાશા જન્મે છે આ બધા તકલીફો ન થાય તેના માટે અહીં માર્ગદર્શન આપીએ છીએ.