રશિયાએ 9 મેના રોજ વિજય દિવસ પરેડ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતુ. જે હાલ પુરતુ મોકુફ રાખવામાં આવ્યું છે એટલે કે પીએમ મોદી 9 મી મેના પરેડના કાર્યક્રમમાં હાજરી આપી શકળે નહીં. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે આ માહિતી આપી.
રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજયની 80મી વર્ષગાંઠ નિમિત્તે 9 મેના રોજ યોજાનાર ઉજવણીમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જોકે, રશિયાએ પીએમ મોદીની મોસ્કો મુલાકાત રદ કરવાનું કારણ આપ્યું નથી. પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ મહિનાની શરૂઆતમાં, વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 9 મેના રોજ રશિયામાં વિજય દિવસ પરેડમાં હાજરી આપવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું ulg.