એરફોર્સ માટેની લેખિત તેમજ કઠિન શારીરિક પરીક્ષા પાસ કરી હવે ટ્રેનિંગ માટે જશે તાંબરમ
(ભાવના દોશી)
મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં પોતાની પાંખો ફેલાવી રહી છે. કોઈપણ ક્ષેત્ર હોય તો તે નિડરતાથી અને હિંમત થી તેમાં આગળ વધે છે. એરફોર્સ જેવા ક્ષેત્રમાં પણ દીકરીઓ આગળ વધી રહી છે આવી જ દીકરી છે પોરબંદરના મહેશ્વરી બા જેઠવા.પોરબંદરની ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી એસવાય બોકોમની વિદ્યાર્થીની મહેશ્વરીબા ભગીરથસિંહ જેઠવા કે, જેમણે ભારત સરકારની નવી ભરતી યોજના અંતર્ગત અગ્નિવીર એરફોર્સ વિભાગની લેખિત પરિક્ષા પાસ કરી હતી. એરફોર્સ એવું ફિલ્ડ છે કે જેમાં શારીરિક રીતે પણ ફિટનેસ સાબિત કરવાની હોય છે.
જેથી તેઓએ લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ કોલેજના સ્પોર્ટ્સ કોચ શાંતિબેન ભૂતિયા પાસે દોડની તાલીમ લીધી હતી. આ વિદ્યાર્થિનીએ 1600 મીટર દોડની પરીક્ષા 7:30 મિનિટમાં પૂર્ણ કરી હતી.આ ઉપરાંત મેડિકલ એક્ઝામમાં પણ પાસ થઈ, ઓલ ઇન્ડિયામાં 153માં રેન્ક મેળવ્યો છે. પોરબંદરની આ વિદ્યાર્થિની એરફોર્સમાં જોડાનાર પ્રથમ અગ્નિવીર ગર્લ્સ બની છે હવે એરફોર્સની તાલીમ લેવા માટે એરફોર્સ સ્ટેશન તાંબરમ ખાતે જશે.શહેરના અગ્રણીઓ, આગેવાનો દરેકે આ વિદ્યાર્થિનીને શુભકામનાઓ પાઠવી છે. દીકરી એરફોર્સમાં જોડાઈ છે તેથી સમગ્ર પરિવારજનો અને માતા-પિતા તેના માટે ગર્વ અનુભવે છે.
1600 મીટર દોડની પરીક્ષા 7:30 મિનિટમાં પૂર્ણ કરી પોતાનું કૌશલ્ય દેખાડ્યું