- વિવેક રામાસ્વામીએ વોલોડીમીર ઝેલેન્સકી પર નિશાન સાધ્યું
- યુક્રેનમાં ચૂંટણી યોજવા માટે અમેરિકા પાસેથી ભંડોળ માંગતા ઠપકો આપ્યો
- પુતિન દુષ્ટ તાનાશાહી હોય પરંતુ એનો મતબલ એ નથી કે યુક્રેન સારું છે:રામાસ્વામી
રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ યુક્રેનમાં સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે અમેરિકા પાસેથી વધુ ભંડોળની માંગ કરવા બદલ રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પર નિશાન સાધ્યું છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં વિવેક રામાસ્વામીએ પોતાના નિવેદનનો પણ બચાવ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવશે તો યુક્રેનને આપવામાં આવતી આર્થિક મદદમાં ઘટાડો કરશે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ ટીકા કરી
ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ કહ્યું હતું કે ‘મને તુષ્ટિકરણની સમસ્યા છે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આપણે અમેરિકન લોકોને સત્ય કહેવું જોઈએ. ભલે પુતિન દુષ્ટ તાનાશાહી હોય પરંતુ એનો મતબલ એ નથી કે યુક્રેન સારું છે. યુક્રેન એવો દેશ છે જ્યાં 11 વિપક્ષી પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ તમામ મીડિયાને એક સરકારી મીડિયામાં ભેળવી દેવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે જ, ત્યાંના રાષ્ટ્રપતિએ એક નાઝીની પ્રશંસા કરી અને અમેરિકાને ધમકી આપી કે જો અમેરિકા તેમને વધુ ફંડ નહીં આપે તો તે યુક્રેનમાં સામાન્ય ચૂંટણીઓ કરાવી શકશે નહીં.
પોતાના ચૂંટણી પ્રચારમાં વિશ્વાસ વ્યક્ત કરતા વિવેક રામાસ્વામીએ કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર બનવા તરફ આગળ વધી રહ્યા છે. રામસ્વામીએ કહ્યું હતું કે 6 મહિના પહેલા દેશના મોટાભાગના લોકો મારા વિશે જાણતા ન હતા પરંતુ હવે હું ઘણી બાબતોમાં ત્રીજા-ચોથા સ્થાન પર છું. મને લાગે છે કે અમે અમારા અભિયાનમાં પ્રગતિ કરી રહ્યા છીએ. પરંતુ આ મારા કે ટ્રમ્પ વિશે નથી આ અમેરિકા વિશે છે.
CEOને વ્હાઇટ હાઉસમાં પોસ્ટ કરવું જોઈએ
રામાસ્વામીએ કહ્યું હતું કે, ‘હું દેશના યુવાનો સુધી પહોંચવા માંગુ છું જેથી અમે 16 વર્ષ સુધીના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે નીતિઓ બનાવી શકીએ. આપણે આવી ચર્ચાઓ કરવી પડશે જેથી આપણે ચીનથી આર્થિક સ્વતંત્રતા મેળવી શકીએ. રામાસ્વામીએ કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે જ્યારે વ્હાઇટ હાઉસમાં સીઇઓની નિયુક્તિ થવી જોઇએ. રામાસ્વામીએ જો બાઈડેન સરકારની આર્થિક નીતિઓની પણ ટીકા કરી હતી.