ગાંધીનગરમાં યોજાયેલા પ્રિ-વાયબ્રન્ટ સેમીનારમાં મનપાએ રજૂ કર્યા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ
દેશના સર્વશ્રેષ્ઠ ‘આવતીકાલના રહેવા લાયક શહેરો’માં રાજકોટની ગણના
ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી મંદિરમાં સરકાર દ્વારા પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગત યોજવામાં આવેલા સેમીનારમાં ભાગ લેવા રાજકોટથી અધિકારીઓ અને પદાધિકારીઓની મોટી ટીમ પહોંચી હતી. ‘આવતીકાલના રહેવા લાયક શહેરો’ વિષય પરના સેમીનારમાં રાજકોટ સહિતના કોર્પો.એ ભાગ લીધો હતો અને ભવિષ્યની ભૂમિકા અંગે ચર્ચાઓ કરી હતી. પડકારો વિશે પણ ચર્ચા કરાઇ હતી. આ સેમીનારમાં મનપાએ સ્માર્ટ સીટી અંતર્ગતના પ્રોજેકટના મોડેલ પણ રજૂ કર્યા હતા.
પ્રિ-વાયબ્રન્ટ સેમીનારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટનુ પ્રેઝન્ટેશન કરવામા આવ્યુ હતુ. આવતીકાલના રહેવા લાયક શહેરોએ કાયમી, વ્યાપક અને સ્વસ્થ ભવિષ્ય માટે કેવો અસરકારક ભાગ ભજવવો જરૂરી છે તે આ સેમીનારની મુખ્ય થીમ હતી. આ સેમીનારમાં શહેરના મુખ્ય હોદેદારો, અગ્રણીઓ, એન્જીનીયર્સ, આર્કીટેકટસ, શાળા-કોલેજના પ્રાધ્યાપકો, ઉદ્યોગોના નિષ્ણાંતો અને આ ક્ષેત્રના જાણકાર નિષ્ણાંતોએ ભાગ લીધેલ હતો. આ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા ઉચ્ચ કક્ષાના રહેવા લાયક ધોરણો પ્રસ્થાપિત કરવા માટે શહેરને સામનો કરવાના મુખ્ય પડકારો વિશે ચર્ચા વિચારણા કરાઇ હતી. મનપાએ સ્માર્ટ સિટી અંતર્ગત 1) અટલ સરોવર ડેવલોપમેન્ટ અને 2) રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની વિગતો દર્શાવતું મોડલ રજૂ કર્યુ હતું.
આ સેમીનારમાં મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર અને કમિશનર આનંદ પટેલ, ના.કમિશ્નર અનીલ ધામેલીયા, સી.કે.નંદાણી, સિટી એન્જી. એચ.એમ.કોટક, પી.ડી.અઢીયા, કે.પી.દેથરીયા, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર, ચીફ ફાયર ઓફિસર, આઈ.વી.ખેર, વી.પી.પટેલીયા, એ.જી. ડાભી, ભરત બોલાણીયા, સંજીવ છૈયા, પરેશ પટેલ, પ્રકાશ કાસુંધરા, સી.બી.મોરી, જીતેન્દ્ર ઝાલા, દિવ્યેશ ત્રિવેદી, બી.ડી.બગથલીયા, હર્ષવર્ધન ગોહિલ, ડી.જે.તેરૈયા, વિમલ અગ્રાવત, મયુર વેગડ, એમ.આર.મકવાણા, એ.બી.આરદેશણા, આર.એસ.ચૌહાણએ ભાગ લીધો હતો. એસ.ચૌહાણએ ભાગ લીધો હતો.