પાટીદાર ચોકમાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું આયોજન : મહાપ્રસાદ, દિપોત્સવ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો થશે
અયોધ્યામાં આશરે ૫૭૭ વર્ષ પછી ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. ત્યારે આ દિવસે સમગ્ર શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમો યોજવાના છે. ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલ પાટીદાર ચોક અને આસપાસમાં આવેલ ૧૦૦થી વધુ સોસાયટીના આગેવાનોની એક બેઠક આજે રાત્રે ઉમા ડાયનેમિક કલબ દ્વારા આ આયોજનને આગળ ધપાવવા અને આખરી ઓપ આપવા માટે તેમજ ચર્ચા વિચારણા કરવા માટે એક અગત્યની મિટિંગ બોલાવી છે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે. આ રામ રંગે રંગાશે રાજકોટ શહેર.
અયોધ્યામાં તા. ૨૨ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાજકોટ શહેરમાં રામ રંગે રંગાઇ તેવો માહોલ દિવસે દિવસે જામતો જાય છે. ત્યારે યુનિવર્સિટી પર આવેલ પાટીદાર ચોકમાં ઉમા ડાયનેમિક ક્લબના યુવાનો દ્વારા પાટીદાર ચોકને આસપાસના વિસ્તારના યુવાનો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે એક અગત્યની વિવિધ સોસાયટીના આગેવાનોની બેઠક મળનાર છે. જેમાં આગામી પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને આખરી ઓપ આપવાની ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ઉમા ડાયનેમિક કલબ દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ૨૨ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાના રોજ એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં બપોરે પછી એક વિશાળ શોભાયાત્રા નીકળશે. જેમાં ત્રીસથી વધુ બાળકો રામની ઝાંખી કરાવતા વેશભૂષા સાથે શોભાયાત્રામાં જોડાશે. તેમજ ઉમા ડાયનેમિક ક્લબના ૨૦૦થી વધુ યુવાનોની એક બાઇક રેલી પણ આ વિસ્તારમાં ફરશે. જયારે સાંજના સમયે ૫ હજારથી વધુ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તા. ૨૨ જાન્યુઆરીના રોજ રામ રંગે રંગાશે રાજકોટ તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સંગઠનો દ્વારા પણ આવા આયોજન કરવામાં આવી રહ્યા છે.