રાશિદ ખાન સાઉથ આફ્રિકા T20 લીગમાં નવી ભૂમિકામાં જોવા મળશે. MI કેપટાઉને તેને આગામી સિઝન માટે કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. રાશિદ ખાન ફરી એકવાર SA T-20 લીગમાં ધમાલ મચાવતો જોવા મળશે. છેલ્લી સિઝનમાં, કિરોન પોલાર્ડે MI કેપ ટાઉનની ભૂમિકા સંભાળી હતી. પરંતુ આ સિઝનમાં ફ્રેન્ચાઇઝીએ રાશિદ ખાનને તેના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. તેમના સિવાય બેન સ્ટોક્સ, ટ્રેન્ટ બોલ્ટ આગામી સાઉથ આફ્રિકા T20 લીગમાં જોવા મળશે.
ગત સિઝનમાં ખરાબ પ્રદર્શન
MI કેપ ટાઉન ગત સિઝનમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટીમની સફર પોઈન્ટ ટેબલમાં નીચેના સ્થાન સાથે સમાપ્ત થઈ. MAIએ ગત સિઝનમાં 10 મેચ રમી હતી, જેમાં ટીમ માત્ર 3 મેચ જીતી શકી હતી અને 7 મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. રશીદ ઈજાના કારણે 2024ની સીઝન રમી શક્યો ન હતો. પરંતુ વર્ષ 2023માં આ ખેલાડીએ 10 મેચમાં 9 વિકેટ ઝડપી હતી. હવે તે આગામી સિઝનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. રાશિદ ખાન IPLમાં ગુજરાત ટાઇટન્સનો ભાગ છે, પરંતુ તે દક્ષિણ આફ્રિકા લીગમાં MI ફ્રેન્ચાઇઝીનો એક ભાગ છે.
451 T-20 મેચ રમવાનો અનુભવ
રાશિદ ખાન વિશ્વની તમામ લીગમાં ભાગ લે છે. તેણે અત્યાર સુધીમાં 451 T-20 મેચ રમી છે, જેમાં આ ખેલાડીએ 622 વિકેટ લીધી છે. 96 T-20 ઈન્ટરનેશનલ મેચોમાં આ ખેલાડીએ 161 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ ખેલાડીએ અફઘાનિસ્તાન માટે 5 ટેસ્ટ મેચમાં 34 વિકેટ લીધી છે. આ સિવાય 110 ODI મેચોમાં તેણે 195 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. હાલમાં રાશિદ ખાન ઝિમ્બાબ્વે સામે 3 મેચની વનડે શ્રેણી રમી રહ્યો છે.
SA20 2025 માટે MI ની સંપૂર્ણ ટીમ
ક્રિસ બેન્જામિન, ડેવાલ્ડ બ્રેવિસ, રેયાન રિકલ્ટન, રાસી વાન ડેર ડ્યુસેન, કોનર એસ્ટરહુઇઝન, ડેલાનો પોટગીટર, રીઝા હેન્ડ્રીક્સ, કોલિન ઇન્ગ્રામ ટ્રિસ્ટન, લુઈસ બેન સ્ટોક્સ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, જ્યોર્જ લિન્ડે, કોર્બીન બોશ, રાશીદ ખાન (C), કાગિસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ, નુવાન તુશારા, ડેન પીડ્ટ